Meen Rashifal 2025: મીન રાશિના જાતકોને નોકરી ધંધામાં સફલતા મળશે કે નહીં અને ક્યારે થશે નવા આયોજન, જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ

Meen Rashifal 2025 Vikram Samvat 2081: દિપોત્સવ ઉજવાઈ રહ્યો છે. તારીખ 2 નવેમ્બર 2024ના રોજથી વિક્રમ સંવત 2081નો પ્રારંભ થઈ રહ્યો છે આ સાથે જ ગુજરાતીઓનું નવું વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે. ત્યારે આ આખું વર્ષ મીન રાશિના જાતકો માટે કેવું રહેશે તેના વિશે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક પુરોહિતે જણાવ્યું છે.

મીન રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ
જય શ્રી કૃષ્ણ, વર્ષના આરંભે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં વક્રી છે જે આપની રાશિથી ત્રીજા સ્થાને ભ્રમણ કરે છે અને 4-2-2025થી માર્ગી થશે તથા 14-5-2025થી મિથુન રાશિમાં એટલે આપની રાશિથી ચોથા સ્થાને આવશે જયારે શનિ મહારાજ વર્ષની શરૂઆતમાં મીન રાશિમાં વક્રી ગતિથી ભ્રમણ કરે છે તે તમારી રાશિથી બારમે છે અને 15-11-2024થી માર્ગી થશે તથા 28-3-2025થી મીન રાશિમાં આવશે ત્યારે આપની રાશિમાં રહેશે સાથે જ વર્ષના આરંભે રાહુ મીન રાશિમાં એટલે આપની રાશિમાં જ ભ્રમણ કરે છે જે 18-5-2025થી મીનમાં આવશે ત્યારે આપની રાશિથી બારમા સ્થાને બિરાજમાન થશે.

વર્ષદરમ્યાન ખોટી આદતોથી દૂર રહેવું હિતાવહ અને કોઈના પાર વિશ્વાસ મુકવામાં ધ્યાન રાખવું. ખોટા ખર્ચાઓ ના થાય તે માટે ખાસ ધ્યાન રાખવું અને આર્થિક સંકડામણો દૂર થશે પરંતુ આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા આયોજન કરી શકો. દામ્પત્યના મતભેદ દૂર થશે પરંતુ સામાજિક બાબતોમાં ખાટા ફળ જણાય. આરોગ્યની કાળજી લેવી જરૂરી છે તથા નોકરી–ધંધામાં સારી સફળતા રહે. વડીલોપાર્જીત મિલકત અંગેના પ્રશ્ન હળવો બને અને લોન-કરજ કરીને મૂડી રોકાણ ન કરવું હિતાવહ. જમીન-ખનીજ ક્ષેત્રમાં કામ કરનારે આવર્ષે સાવધાની રાખવી પડશે તથા વિદ્યાર્થી વર્ગ ને મુશ્કેલી બાદ સફળતા મળતી જણાય.

સંક્ષિપ્ત માં, વર્ષના પ્રારંભ થી મે માસ સુધી નવીન આયોજન, વિદેશથી સારા સમાચાર ની પ્રાપ્તિ થાય તથા માર્ચ માસ પછી શનિ આપી રાશિ માં આવશે ત્યારે કાર્ય અવરોધ અને વિલંબ પછી નાના અર્થિક લાભ મળતા જણાય પરંતુ માર્ચ-એપ્રિલ દરમિયાન સ્વાસ્થ્ય ની વિશેષ કાળજી રાખવી અને એકાદ સારો આર્થિક લાભ વર્ષના મધ્યમાં થાય તથા ઓગસ્ટ થી ઓક્ટોબર સામાજિક ક્ષેત્રે માન-સન્માન મળવાના શુભ યોગ બને છે અને સપ્ટેમ્બર બાદ નવીન આયોજન ગોઠવી શકાય.

મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીનનું વાર્ષિક રાશિફળ વાંચવા અહીં ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *