Gujarat24  /  Religion  /  

Makar Rashifal 2025: મકર રાશિના જાતકોએ ક્યારે રોકાણ કરવું અને કઈ બાબતે કાળજી રાખવી, જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ

Makar Rashifal 2025 Vikram Samvat 2081: દિપોત્સવ ઉજવાઈ રહ્યો છે. તારીખ 2 નવેમ્બર 2024ના રોજથી વિક્રમ સંવત 2081નો પ્રારંભ થઈ રહ્યો છે આ સાથે જ ગુજરાતીઓનું નવું વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે. ત્યારે આ આખું વર્ષ મકર રાશિના જાતકો માટે કેવું રહેશે તેના વિશે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક પુરોહિતે જણાવ્યું છે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મકર રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ
જય શ્રી કૃષ્ણ, વર્ષના આરંભે ગુરુ વૃષભ રાશિમાં વક્રી છે અને જે આપની રાશિથી પાંચમા સ્થાને ભ્રમણ કરે છે કે જે 4-2-2025થી માર્ગી થશે તથા 14-5-2025થી મિથુન રાશિ એટલે છઠ્ઠા સ્થાને આવશે જયારે શનિ વર્ષની શરૂઆતમાં કુંભ રાશિમાં વક્રી ગતિ ગતિથી ભ્રમણ કરે છે તે તમારી રાશિથી બીજા સ્થાને છે અને 15-11-2024થી માર્ગી થશે તથા 29-3-2025થી મીન રાશિમાં એટલે તમારી રાશિથી ત્રીજા સ્થાને રહેશે જયારે વર્ષના આરંભે રાહુ મીન રાશિમાં છે જે તમારી રાશિથી ત્રીજા સ્થાને રહે અને 18-5-2025થી કુંભમાં આવે છે જે બીજા સ્થાને રહેશે.

વર્ષ દરમ્યાન કોઈ ખોટી લાલચમાં ન આવી જવાય તેનું ધ્યાન રાખજો અને નવીન રોકાણ પણ સાચવી ને આગળ વધવું. સામાજિક માન–સન્માન મળશે તથા શંકા–કુશંકાઓથી લગ્નજીવનમાં મતભેદ ઊભા ન થાય તેનું ધ્યાન રાખવું. અતિ વિશ્વાસથી ધંધો ન કરવો અને કાર્યક્ષેત્રમાં સહકર્મચારીથી અંતર જાળવવું પરંતુ વર્ષ દરમ્યાન નોકરી–ધંધા માટે અવનવી તકો મળશે.આરોગ્ય માટે સાવધાની રાખવાની જરૂર છે તથા યાત્રા–પ્રવાસમાં કાળજી રાખવી અને એકાગ્રચિત્તે અભ્યાસ કરશો તો તમારા મનની મુરાદો પૂર્ણ થતી જોવા મળે.

સંક્ષિપ્ત માં, જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન સામાજિક અને નાણાકીય કોઈ નવીન તક જોવા મળે તથા શનિની મોટી પનોતી દરમિયાન માર્ચ સુધી માનસિક ચિંતા અને અવરોધ અનુભવાય અને દરેક ક્ષેત્રમાં તમારી નાની મોટી કસોટી થતી જણાય. જૂન પછી જમીન-મકાન કે મિલકત અંગેના કાર્યમાં વિલંબ અવરોધ જણાય પ્રતનું આપ જો કોઈ નવીન કાર્ય અંગે વિચારતા હોવ તો એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન અનુકૂળતા જણાય.

મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીનનું વાર્ષિક રાશિફળ વાંચવા અહીં ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *