Tula Rashifal 2025 Vikram Samvat 2081: દિપોત્સવ ઉજવાઈ રહ્યો છે. તારીખ 2 નવેમ્બર 2024ના રોજથી વિક્રમ સંવત 2081નો પ્રારંભ થઈ રહ્યો છે આ સાથે જ ગુજરાતીઓનું નવું વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે. ત્યારે આ આખું વર્ષ તુલા રાશિના જાતકો માટે કેવું રહેશે તેના વિશે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક પુરોહિતે જણાવ્યું છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
તુલા રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ
જય શ્રી કૃષ્ણ, વર્ષના આરંભે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં વક્રી છે અને જે આપની રાશિથી આઠમા સ્થાને ભ્રમણ કરે છે અને 4-2-2025થી માર્ગી થશે. તથા 14-5-2025થી મિથુન રાશિમાં આવશે જે આપની રાશિથી નવમા સ્થાને રહેશે. શનિ મહારાજ વર્ષની શરૂઆતમાં કુંભ રાશિમાં વક્રી ગતિથી ભ્રમણ કરે છે તે તમારી રાશિથી પાંચમે છે અને 15-11-2024થી માર્ગી થશે તથા 29-03-2025થી મીન રાશિમાં આવશે. ત્યારે તમારી રાશિથી છઠ્ઠા સ્થાને રહેશે સાથે જ વર્ષના આરંભે રાહુ મીન રાશિમાં છે જે આપની રાશિથી છઠ્ઠા સ્થાને રહે અને 18-05-2025થી કુંભમાં આવે છે જે આપણી રાશિ થી પાંચમા સ્થાને રહેશે.
મન ના મનોરથો સફળ થતા જણાય પરંતુ ખોટા મોટા સાહસો ન કરવા તથા ખૂબ જ વિચારપૂર્વક નવું રોકાણ કરવું અને આર્થિક-સામાજિક બાબતે નુકસાન ન થાય તેની કાળજી રાખવી તથા ધર્મકાર્યોમાં સફળતા મળશે અને મહેનતના પ્રમાણમાં ફળ ન મળે તો નિરાશ થવું નહિ. ખોટા ખર્ચાઓ પર કાબુ રાખજો અને જૂની બચતને જાળવી રાખવી ખાસ પ્રયત્ન કરવા. અવિવાહિત માટે યોગ્ય પાત્ર મેળવવા કાર્યશીલ રહેવું પડશે. પતિ–પત્ની વચ્ચે ગેરસમજ ન ઊભી થાય તેનું ધ્યાન રાખજો. નોકરી–ધંધામાં અડચણો જણાય અને યાત્રા–પ્રવાસમાં આરોગ્યની કાળજી રાખવી તથા વિદ્યાર્થીઓને મહેનતનું ફળ જોવા મળશે.
સંક્ષિપ્ત માં, ડિસેમ્બર થી ફેબ્રુઆરી દરમિયાન મહેનતનો યોગ્ય પ્રતિભાવ જોવા મળે પરંતુ ફેબ્રુઆરીથી-જૂન દરમિયાન મહત્વના કાર્યોમાં ક્ષણીક અવરોધની શક્યતા રહે સાથે જ માર્ચ પછી દામ્પત્ય જીવનમાં સાવચેતી રાખવી અને ઓગસ્ટ સુધી ઉતાવળા નિર્ણયથી દૂર રહેવું હિતાવહ રહેશે. સપ્ટેમ્બર થી શુભ સમાચાર કે આર્થિક સહયોગ મળવાના યોગ જણાય.
મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીનનું વાર્ષિક રાશિફળ વાંચવા અહીં ક્લિક કરો.