Kumbh Rashifal 2025 Vikram Samvat 2081: દિપોત્સવ ઉજવાઈ રહ્યો છે. તારીખ 2 નવેમ્બર 2024ના રોજથી વિક્રમ સંવત 2081નો પ્રારંભ થઈ રહ્યો છે આ સાથે જ ગુજરાતીઓનું નવું વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે. ત્યારે આ આખું વર્ષ કુંભ રાશિના જાતકો માટે કેવું રહેશે તેના વિશે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક પુરોહિતે જણાવ્યું છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
કુંભ રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ
જય શ્રી કૃષ્ણ, વર્ષના આરંભે ગુરુ વૃષભ રાશિમાં વક્રી છે જે આપની રાશિથી ચોથા સ્થાને ભ્રમણ કરે છે અને 4-2-2025થી માર્ગી થશે તથા 14-5-2025થી મિથુન રાશિમાં એટલે આપની રાશિથી પાંચમા સ્થાને રહેશે. જ્યારે શનિ વર્ષની શરૂઆતમાં કુંભ રાશિમાં વક્રી ગતિથી ભ્રમણ કરે છે કે જે આપની રાશિમાં જ છે અને 15-11-2024થી માર્ગી થશે તથા 29-3-2025થી મીન રાશિમાં આવશે ત્યારે વર્ષના આરંભે રાહુ મીન રાશિમાં છે જે આપની રાશિથી બીજા સ્થાને રહે અને 18-05-2025થી કુંભમાં આવે છે જે આપની જ રાશિમાં રહેશે.
વર્ષ દરમ્યાન સામાન્ય પરેશાની જોવા મળે સાથે જ શત્રુઓ આપને ફસાવવાનાં પ્રયત્નો કરશે માટે સાવધાની રાખવી. પતિ-પત્ની વચ્ચે મતભેદ ઊભા ન થાય તે માટે જાગૃત રહેવું અને જટિલ પ્રશ્નો નો વડીલવર્ગ સાથે બેસીને સુખદ ઉઠેલ લાવવાનો પ્રયન્ત કરવો. નાણાંકીય વ્યવહારની બાબતે નબળું વર્ષ રહે અને આવક કરતાં જાવકનું પ્રમાણ વિશેષ રહેશે. કુટુંબમાં જતું કરવાની ભાવના રાખશો તો દાંપત્યજીવનમાં થતી મુશ્કેલી દૂર કરી શકશો. વર્ષદરમ્યાન આરોગ્ય નરમ-ગરમ જણાય. નોકરી–ધંધા માટે ખૂબ જ પ્રયત્નશીલ રહેવું પડશે તથા પ્રવાસમાં અવરોધોનો સામનો કરવો પડશે અને ઊચ્ચ પરિણામ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ખૂબ જ પરિશ્રમ કરવો પડશે.
સંક્ષિપ્ત માં, વર્ષના પ્રારંભ થી મે માસ સુધી આર્થિક બાબતો માં સાનુકૂળતા જણાય અને શનિ તમારી રાશિનો સ્વામી હોવાથી એકંદરે રાહત રહે આમ છતાં ડગલે ને પગલે તમારી નાની મોટી કસોટી થાય તથા મે જૂન પછી તમારી કાર્યક્ષમતા ઓછી થતી જણાય પરંતુ મહત્વના કાર્ય મમાટે જૂન થી ઓક્ટોબર દરમિયાન સાનુકૂળતા અનુભવાય.
મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીનનું વાર્ષિક રાશિફળ વાંચવા અહીં ક્લિક કરો.