Dhanu Rashifal 2025 Vikram Samvat 2081: દિપોત્સવ ઉજવાઈ રહ્યો છે. તારીખ 2 નવેમ્બર 2024ના રોજથી વિક્રમ સંવત 2081નો પ્રારંભ થઈ રહ્યો છે આ સાથે જ ગુજરાતીઓનું નવું વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે. ત્યારે આ આખું વર્ષ ધન રાશિના જાતકો માટે કેવું રહેશે તેના વિશે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક પુરોહિતે જણાવ્યું છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધન રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ
જય શ્રી કૃષ્ણ, વર્ષના આરંભે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં વક્રી છે. તે તમારી રાશિથી છઠ્ઠા સ્થાને ભ્રમણ કરે છે જે 4-2-2025થી માર્ગી થશે અને 14-5-2025થી મિથુન રાશિમાં આવશે જે આપની રાશિથી સાતમા સ્થાને રહેશે જયારે શનિ મહારાજ વર્ષની શરૂઆતમાં કુંભ રાશિમાં વક્રી ગતિથી ભ્રમણ કરે છે જે આપની રાશિથી ત્રીજા સ્થાને છે જે 15-11-2024થી માર્ગી થશે અને 29-3-2025થી મીન રાશિમાં આવશે તથા વર્ષના આરંભે રાહુ મીન રાશિમાં છે જે તમારી રાશિથી ચોથા સ્થાને રહે અને 18-5-2025થી કુંભમાં આવે છે
વર્ષ દરમ્યાન આર્થિક લાભ જણાય સાથે જ કોર્ટ–કેસનાં કાર્યોમાં સફળતા મળશે અને રૂપિયાની કિંમત સમજાશે. કુટુંબમાં જતું કરવાની ભાવના રાખજો તથા ગુસ્સા પર કાબુ રાખજો અને અગત્યના કામકાજોમાં વિલંબ અનુભવાય. વર્ષદરમ્યાન આર્થિક વ્યવસ્થા સારી કરી શકો અને નવીન રોકાણ કરવાથી લાભ થશે પરંતુ, પતિ–પત્ની વચ્ચે ખોટી ગેરસમજો ઊભી ન થાય તેનું ધ્યાન રાખજો. અવિવાહિતો માટે યોગ્ય પસંદગી કરી શકશો. શેર–સટ્ટાથી દૂર રહેશો. નોકરી–ધંધામાં યોગ્ય સફળતા મળશે પરંતુ ભાગીદારીમાં મૂડીરોકાણ કરવા માટે યોગ્ય સમય નથી. થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાની જરૂર છે. એકંદરે આરોગ્ય સારું રહેશે પરંતુ નાની–નાની આરોગ્યની મુશ્કેલી રહે. વિદ્યાર્થીઓ માટે મહેનતનું ફળ મળશે.
સંક્ષિપ્ત માં, ડિસેમ્બર થી ફેબ્રુઆરી દરમિયાન પડતર કર્યો ને વેગ મળે તથા કાર્યક્ષેત્રમાં એપ્રિલથી ઓક્ટોબર વધુ લાભદાયી જણાય છે પરંતુ એપ્રિલથી ઓગસ્ટ માસ દરમિયાન કોઈ વાદ- વિવાદથી સાચવવું હિતાવહ રહે. જૂન-જુલાઈ દરમિયાન આરોગ્યબાબતે વિશેષ સાચવવું અને ઓગસ્ટ બાદ વ્યવસાયમાં નવી તકનું નિર્માણ થતું જણાય.
મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીનનું વાર્ષિક રાશિફળ વાંચવા અહીં ક્લિક કરો.