Gujarat24  /  Religion  /  

આજનું રાશિફળઃ આ રાશિના જાતકના નવા સંબંધ રચાય અને સામાજિક કાર્યથી પ્રવાસનું આયોજન સંભવ બને, જાણો કેવો રહેશે તમારો નૂતન વર્ષનો દિવસ

Aaj Nu Rashifal , November 2, 2024:
આજે ગુજરાતી પંચાંગ મુજબ, 2 નવેમ્બર શનિવારે વિક્રમ સંવત 2081ના કારતક સુદની એકમ તિથિ એટલે કે નૂતન વર્ષ પ્રારંભ થઈ રહ્યું છે. તો ચંદ્રરાશિ કન્યા અને રાહુ કાળ બપોરે 12:04થી 01:27 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે નૂતન વર્ષનો દિવસ કેવો રહેશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મેષ
આજે નૂતન વર્ષારંભના શુભ દિવસે ઇષ્ટદેવની આરાધના વિશેષ ફળદાયી જણાય, કૌટુંબિક મધુરતા જળવાઈ રહે, ધર્મકાર્ય સંભવ.

વૃષભ
માનસિક મનોબળ વધે, જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં લેવાય, આહારમાં ધ્યાન રાખવું હિતાવહ.

મિથુન
લાભકારક તક આવતી જણાય, પારિવારિક સુખ ઉત્તમ જણાય, મહત્વના કામમાં પ્રગતિ જણાય.

કર્ક
નવા સંબંધ રચાય, સામાજિક કાર્યથી પ્રવાસનું આયોજન સંભવ બને, નવા નિર્ણયો લેવામાં થોડી ધીરજ રાખવી.

સિંહ
નિર્ધારિત કાર્યો આગળ વધે, કૌટુંબિક સમસ્યા દૂર થતી જણાય, યાત્રા – પ્રવાસમાં આનંદ જળવાઈ રહે.

કન્યા
ઇષ્ટદેવની ઉપાસના વિશેષ ફળદાયી જણાય, પારિવારિક મનભેદથી દૂર રહેવું, કૌટુંબિક ઉત્સાહમાં વધારો થાય

તુલા
સામાજિક ક્ષેત્રોમાં સફળતાનો જણાય, કૌટુંબિક સંતોષપ્રદ વાતાવરણ જણાય, નવા રોકાણ સંભવ થાય.

વૃશ્રિક
પરિવારમાં ખુશીનું વાતાવરણ સર્જાય, આર્થિક કાર્યોમાં ધીરજતાથી આગળ વધવું, યાત્રા-પ્રવાસ સફળ થતા જણાય.

ધન
નવા સંબંધની શરૂઆત સંભવ, મન ના મનોરથો ફળતા જણાય, સામાજિક ક્ષેત્રે યશ-માનમાં વૃદ્ધિ જણાય.

મકર
પારિવારિક શાંતિ જળવાઈ રહેશે, શુભ પ્રસંગ આવવાની શક્યતા, નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું.

કુંભ
મહત્વના કાર્યમાં ધીરજથી કામ લેવું, આર્થિક પરિસ્થિતિ વધારે મજબૂત થાય, પારિવારિક સુખ ઉત્તમ જણાય.

મીન
સામાજિક કાર્યોમાં બરકત જણાય, પડતર સમસ્યાનો ઉકેલ જણાય, નાણાકીય સફળતા જણાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *