આજનું રાશિફળઃ આ રાશિના જાતકને આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય, જાણો કેવો રહેશે તમારો ભાઈ બીજનો દિવસ

Aaj Nu Rashifal , November 3, 2024:
આજે ગુજરાતી પંચાંગ મુજબ, 3 નવેમ્બર રવિવારે વિક્રમ સંવત 2081ના કારતક સુદની બીજ તિથિ એટલે કે ભાઈબીજ છે. તો ચંદ્રરાશિ કન્યા અને રાહુ કાળ સવારે 12:04 થી 01:27 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે નૂતન વર્ષનો દિવસ કેવો રહેશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મેષ
આજે પારિવારિક વાતાવરણ ઉલ્લાસમય બની રહેશે, આર્થિક મોકળાસ દુર થતી જણાય, મનદુઃખ ટાળવું.

વૃષભ
માંગલિક કાર્યો આગળ વધે, પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે, વડીલથી મળેલ મદદ ફાયદાકારક પુરવાર થાય.

મિથુન
આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય, વાણી પર કાબુ રાખવો, દિવસ ધીરજતાથી પસાર કરવો હિતાવહ.

કર્ક
કૌટુંબિક તણાવનો અંત આવે, હકારાત્મક દૃષ્ટિકોણ રાખવાનો પ્રયત્ન કરવો, યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને.

સિંહ
મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળના રાખવી, નાની-મોટી મુસાફરી સંભવ બને, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો હિતાવહ રહે.

કન્યા
આપના મહેનતનું પૂરું ફળ જોવા મળે, નકારાત્મક વિચારોથી દુર રહેવું, સામાજિક અને પારિવારિક કાર્યો પુરા થાય.

તુલા
કંઈક નવું કરવાનું મન થાય, સામાજિક સમસ્યા દૂર થતી જણાય, આર્થિક પ્રશ્નોમાં મધુર ફળ ચાખવા મળે.

વૃશ્રિક
અણધાર્યો ખર્ચ થવાની સંભાવના, કૌટુંબિક તણાવનો અંત જણાય, પ્રયત્નોનું ફળ મળતુ જણાય.

ધન
જૂના સંબંધો ફરી તાજા થતા જણાય, સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે, ખર્ચ ઉપર નિયંત્રણ રાખવો જરૂરી.

મકર
કૌટુંબિક કામકાજમાં સફળતા મળે, આર્થિક સમસ્યાનો હલ જોવા મળે, મનમાં ઘડેલી યોજનાઓને અમલમાં મૂકી શકાશે.

કુંભ
આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય, પારિવારિક મતભેદ ટાળવા, સત્કાર્યમાં દિવસ પસાર થાય.

મીન
આપના પ્રયાસનું શુભફળ ચાખવા મળે, આર્થિક વ્યય વધારે થતો જણાય, માનસિક અશાંતિના વાદળો વિખરાતા જણાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *