આજનું રાશિફળઃ આજે વૃશ્ચિક રાશિના જાતકોને આશાઓ ફળતી જણાય, જાણો કેવો રહેશે તમારો દિવસ

Aaj Nu Rashifal , November 4, 2024:
આજે ગુજરાતી પંચાંગ મુજબ, 4 નવેમ્બર સોમવારે વિક્રમ સંવત 2081ના કારતક સુદની ત્રીજ તિથિ છે. તો ચંદ્રરાશિ વૃશ્ચિક અને રાહુ કાળ બપોરે 03:11થી 05:34 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે નૂતન વર્ષનો દિવસ કેવો રહેશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મેષ
આજે સોમવારના દિવસે નિર્ધારિત કાર્ય આગળ વધતા જણાય, કારકિર્દીમાં સ્થિતિ મજબુત જણાય, નાની-મોટી મુસાફરી સંભવ બને.

વૃષભ
સામાજિક કાર્યો આગળ વધે, મુસાફરી વિશેષ ફળદાયી નિવડે, માનસિક ચિંતાઓ દૂર થતી જણાય.

મિથુન
નાણાકીય ભીડ અનુભવાય, મનમાં ધારેલું કાર્ય આગળ વધતું જણાય, સત્કાર્યમાં દિવસ પસાર થાય.

કર્ક
આર્થિક પ્રશ્નોનું નિરાકરણ જણાય, કૌટુંબિક જવાબદારી વધતી જણાય, યાત્રા-પ્રવાસમાં સાનુકુળતા જણાય.

સિંહ
કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા બની રહેશે, દાંપત્ય જીવનમાં ઉમંગ-ઉલ્લાસ જળવાઈ રહેશે, વિરોધીઓ સાથે સમજુતી સંભવ.

કન્યા
કાંકરે કાંકરે પાળ બંધાય તેમ સમજી ને કાર્ય કરવું, પારિવારિક અવરોધો દુર થતા જણાય, સત્કાર્યમાં દિવસ પસાર થાય.

તુલા
આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવું, પારિવારિક મતભેદ ટાળવા, કાર્યને પૂરું કરવામાં ધૈર્ય જાળવવું.

વૃશ્વિક
આશાઓ ફળતી જણાય, નવું સાહસ વિચારીને કરવું હિતાવહ, પડતર સમસ્યાનો ઉકેલ જોવા મળે.

ધન
નાણાકીય બાબતોમાં દુષ્કાળમાં અધિક માસ જેવી સ્થિતિ જણાય, કૌટુંબિક સુખ સારું, સામાજિક સંબંધમાં મીઠાશ વધે.

મકર
મનની મુંજવણો દુર થતી જણાય, નાણાકીય નવી તકનું નિર્માણ સંભવ, કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે.

કુંભ
આપના પડતર કાર્ય આગળ વધે, આપની નાની ભૂલ તમને નુકસાન કરાવી શકે છે, વાદ-વિવાદથી દૂર રહેવુ.

મીન
મનમાં સામાન્ય ઉચ્ચાટ જણાય, વિલંબમાં પડેલા કાર્ય આગળ વધી શકે, વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *