Gujarat24  /  Gujarat

રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનના બદલે અન્યત્ર ખસેડવા માટે MLA ડો.દર્શીતાબેન શાહે કલેક્ટર સમક્ષ કરી માંગ, મેયર વાતમાં સૂર પુરાવ્યો

રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળાના કારણે શહેરીજનોને ટ્રાફિક સમસ્યા સહિતની ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય આગામી વર્ષમાં જન્માક્ષ્મીનો લોકમેળો રેસકોર્સ મેદાનના બદલે અન્યત્ર ખસેડવા માટે ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહએ કલેકટર સમક્ષ માંગણી દરખાસ્ત રજૂ કરી હતી. દરમિયાન આ બેઠકમાં ઉપસ્થિત રહેલા મેયર નયનાબેન પેઢડીયાએ પણ જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનના બદલે અન્યત્ર યોજવો જોઈએ તેવી…

Read More

રાજનાથ સિંહે ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી, કહ્યું: ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી, જરૂર પડશે તો સંપૂર્ણ ચિત્ર બતાવીશું

16 મે, 2025ના રોજ ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનાના સૈનિકોને સંબોધતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, “આતંકવાદ સામે ભારતની લડાઈ ફક્ત સુરક્ષાનો વિષય નથી, તે હવે રાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતનો એક ભાગ બની ગઈ છે અને અમે આ હાઇબ્રિડ અને પ્રોક્સી યુદ્ધને જડમૂળથી ઉખાડી નાખીશું.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન યુદ્ધવિરામનો અર્થ…

Read More

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં અંદાજે 1.30 લાખ જેટલા MSMEને રૂપિયા 7,864 કરોડ કરતાં વધુની સહાય અપાઈ, ZED સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે

રાજ્ય સરકારની ઉદાર ઉદ્યોગ નીતિના અસરકારક અમલીકરણના પરિણામે ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે. ગુજરાત સરકાર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો – MSME માટે સહાય યોજનાઓ અંતર્ગત વર્ષ 2020-21થી વર્ષ 2024-25 સુધીમાં કુલ 1.30 લાખ કરતાં વધુ એકમોને રૂપિયા 7,864 કરોડ કરતાં વધુની સહાય આપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત@2047ના સ્વપ્નને સાકાર…

Read More

Kutch: દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરોની મિલ્કત જપ્ત, ગુજરાતે દાખલો બેસાડ્યો

Kutch News: રાજ્યમાં નિર્દોષ નાગરિકોને રંજાડતા વ્યાજખોરો સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાત પોલીસે ખુબ કડકાઇ સાથે આકરા પગલા ભર્યા છે ત્યારે દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત પોલીસ દ્વારા આવા વ્યાજખોરોની મિલ્કત પણ જપ્ત કરી લઇ વ્યાજખોરોને આ પ્રકારનો ગુનો આચરવાનો વિચાર પણ ન આવે તે પ્રકારનો દાખલો બેસે…

Read More

Porbandar: કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની મુશ્કેલીમાં વધારો, કર્ણાટક-આંધ્રપ્રદેશના સાઈબર ક્રાઈમમાં નામ સામે આવતા ગુનો નોંધાયો

Porbandar News: પોરબંદરમાં રૂપિયા 70 લાખની લેતી-દેતી પ્રશ્ને ત્રણ લોકોને ગોંધી રાખીને માર મારવાના ગુન્હામાં જૂનાગઢ જેલ હવાલે થયેલા મુખ્ય આરોપી હિરલબા જાડેજા અને તેના પાંચ સાગરિતોં સામે સાયબર ક્રાઈમનો ગુન્હો નોંધાયો છે. જેમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં રૂપિયા 3.99 કરોડથી વધુનાં ડિઝીટલ એરેસ્ટ અને સાયબર ફ્રોડમાંથી અમુક રકમ હિરલબાના સાગરિતોના ખાતામાં જમા થયાનું ખૂલ્યું છે….

Read More

Ahmedabad: SP રિંગ રોડ પર વર્ષ 2026ના અંત સુધી 10 નવા ઓવરબ્રિજ બનશે, સૌરાષ્ટ્ર-ચરોચર અને ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી વધશે

Ahmedabad News: AUDAના SP રિંગ રોડ પર અત્યારે 1100 કરોડ રૂપિયાના ખર્ચે 10 ઓવરબ્રિજ અને એક અંડરપાસ બનાવવામાં આવી રહ્યા છે. જેનું કામ આગામી વર્ષ 2026ના અંત સુધી પૂરું થઈ જશે. આ પછી સૌરાષ્ટ્ર-ચરોચર અને ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી વધશે અને દરેક દિશામાંથી લોકો એન્ટ્રી લઈ શકશે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે…

Read More

Rajkot: રાજકોટની મારવાડી યુનિવર્સિટીના પ્રોફેસરની શરમજનક કરતૂત,ન્યૂડ મહિલા સાથે વાત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

Rajkot News: રાજકોટની જાણિતી મારવાડી યુનિવર્સિટીના એક પ્રોફેસરનો શરમજનક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતાં ચકચાર મચી ગઈ છે. પ્રોફેસર એક ન્યૂડ મહિલા સાથે વાત કરતાં હોય એવો વીડિયો વાઈરલ થતાં વિદ્યાર્થી સહિત તેમના વાલી અને સ્ટાફમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. મળતી…

Read More

Ahmedabad: બાંગ્લાદેશીઓને બનાવટી દસ્તાવેજ બનાવી આપનાર એજન્ટને ATSએ ઝડપ્યા, 15 જેટલા બનાવટી દસ્તાવેજ બનાવાયા હતા

Ahmedabad News: બાંગ્લાદેશથી ગેરકાયદે ભારતમાં પ્રવેશ કરનારા બાંગ્લાદેશી નાગરિકો ભારતીય નાગરિક તરીકે પ્રસ્તાપિત કરવા માટે નકલી દસ્તાવેજ તૈયાર કરનાર એજન્ટ અને એક બાંગ્લાદેશીની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એટીએસના અધિકારીઓને 14થી 15 જેટલા બાંગ્લાદેશીઓના બનાવટી દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. એટીએસના અધિકારીઓને બાતમી મળી હતી…

Read More

Rajkot: રાજકોટમાં ASI દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા, DCPની ઝપટે ચડતા તાત્કાલિક સસ્પેન્ડ કરાયા

Rajkot News: રાજકોટની સિવિલ હોસ્પિટલ ચોકીમાં ફરજ બજાવતા ASI ચંદ્રસિંહ જશુભા ઝાલા (રહે. માઉન્ટેડ પોલીસ લાઈન) નશાખોર હાલતમાં મળી આવતાં પ્ર.નગર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી. મહત્ત્વનું છે કે, નશો કર્યાનું સાબિત થતાં ગુનો નોંધાયો છે. આ ઉપરાંત નશાખોર ASIને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. ગઈકાલે મોડી રાત્રે ગાંધીગ્રામ-2 પોલીસની હદમાં નર્સ તરીકે નોકરી…

Read More

Surat: સગીર વિદ્યાર્થીને લઈ ભાગેલી ટ્યુશન ટીચરને ગર્ભપાત માટે કોર્ટની મંજૂરી, ગર્ભપાત બાદ આરોપીને જેલમાં મોકલવા નિર્દેશ

Surat News: 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી અને ગર્ભવતી બનેલી સુરતના પુણા ગામની ટ્યુશન શિક્ષિકાની ગર્ભપાત કરાવવાની અરજી તબીબના અભિપ્રાય બાદ સુરતની સ્પેશિયલ કોર્ટ (પોકસો)ના જજ રાકેશ ભટ્ટે ગ્રાહય રાખીને ગર્ભપાતની મંજુરી આપતો હુકમ કર્યો છે. સુરતના પુણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકાએ ટ્યુશન શિક્ષિકા ૧૩ વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમમાં પડયા બાદ બંને ઘર છોડીને…

Read More