Porbandar News: પોરબંદરમાં રૂપિયા 70 લાખની લેતી-દેતી પ્રશ્ને ત્રણ લોકોને ગોંધી રાખીને માર મારવાના ગુન્હામાં જૂનાગઢ જેલ હવાલે થયેલા મુખ્ય આરોપી હિરલબા જાડેજા અને તેના પાંચ સાગરિતોં સામે સાયબર ક્રાઈમનો ગુન્હો નોંધાયો છે. જેમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં રૂપિયા 3.99 કરોડથી વધુનાં ડિઝીટલ એરેસ્ટ અને સાયબર ફ્રોડમાંથી અમુક રકમ હિરલબાના સાગરિતોના ખાતામાં જમા થયાનું ખૂલ્યું છે. જેથી પોલીસ આગામી દિવસોમાં જૂનાગઢ જેલમાંથી કબ્જો લઈને કાર્યવાહી હાથ ધરશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
પોરબંદર જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને સાયબર ક્રાઈમનાં ગુનાની વિગત આપતા કહ્યું કે, મુખ્ય સુત્રધાર હિરલબા જાડેજા તથા તેના માણસો હિતેશ ભીમા ઓડેદરા, પાર્થ સોનઘેલા, મોહન રણછોડ વાજા, અજય મનસુખ ચૌહાણ અને ડ્રાઈવર રાજુ મેર તથા અન્ય તપાસમાં ખૂલે તે લોકો લોકોએ પૂર્વાયોજિત કાવતરૂ રચી ગરીબ લોકોની જાણ બહાર બેન્કમાં ખાતા ખોલાવી સાઈબર ક્રાઈમનો ભોગ બનનારા લોકોના રૂપિયા તેમના ખાતામાં જમા કરાવ્યા હતા. કરોડો રૂપિયાના ટર્નઓવરવાળા આ ખાતામાં તપાસ કરતા કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
રૂપિયા 70 લાખના લેતી-દેતી પ્રકરણમાં પોલીસે મુખ્ય આરોપી. હિરલબા જાડેજાના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે અનેક લોકોના બેન્ક એકાઉન્ટની પાસબુક, એટીએમ, ચેકબુક વગેરે મળી આવ્યા હતા. જે અંગે પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીએસઆઈ વી.આર. ચાવડાની તપાસમાં ખુલ્યું હતું કે, મહિન્દ્રા બેન્કના જેટલા શંકાસ્પદ પોરબંદરમાં હિરલબા સંકળાયેલું હોય તેવા લોકોના હતા. જેમાં પાંચ ખાતામાં સાયબર ક્રાઈમના ગુન્હામાં છેતરપીંડીથી મેળવેલી રૂપિયા 35.70 લાખ જેવી માતબર રકમ ટ્રાન્સફર છે. 10 ખાતાનું એસ હિરલબા જાડેજાનું નિવાસસ્થાન હતું. તેથી બેન્ક મેનેજરના નિવેદન બાદ પોલીસે હિરલબા સહિત છ શખ્સો સામે સાઈબર ક્રઈમ હેઠળ ગનો દાખલ કર્યો હતો.
સાયબર ક્રાઈમના ગુન્હામાં એવી પણ વિગત સામે આવી છે કે ડિજિટટલ એરેસ્ટ કે અન્ય રીતે પડાવેલા રૂપિયા પૈકીની અમુક રકમ પોરબંદરના બેન્ક હોલ્ડરોના ખાતામાં જે દિવસે જમા થઈ હતી, એ જ દિવસે બેન્કમાંથી અલગ-અલગ પ્રકારે તે રકમ ઉપાડી લેવામાં આવી હતી. જેથી બેન્કના સિસિટીવી ફૂટેજ સહિતના પુરાવા પણ પોલીસ દ્વારા મેળવાઇ રહ્યા છે.