Gujarat24  /  Gujarat  /  Rajkot  /  

Rajkot: રાજકોટની મારવાડી યુનિવર્સિટીના પ્રોફેસરની શરમજનક કરતૂત,ન્યૂડ મહિલા સાથે વાત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

Rajkot News: રાજકોટની જાણિતી મારવાડી યુનિવર્સિટીના એક પ્રોફેસરનો શરમજનક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતાં ચકચાર મચી ગઈ છે. પ્રોફેસર એક ન્યૂડ મહિલા સાથે વાત કરતાં હોય એવો વીડિયો વાઈરલ થતાં વિદ્યાર્થી સહિત તેમના વાલી અને સ્ટાફમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મળતી માહિતી મુજબ, રાજકોટની મારવાડી યુનિવર્સિટીના કોમ્પ્યુટર વિભાગના એક પ્રોફેસરનો ન્યૂડ મહિલા સાથે વાત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. વીડિયોમાં મહિલા ન્યૂડ થઈને ડાન્સ કરી રહી હોય એવું પણ જોવા મળી રહ્યું છે. આ વીડિયો વિદ્યાર્થીઓએ ઉતારી લેતાં ભાંડો ફૂટ્યો છે.

આ વીડિયોને લીધે વિદ્યાર્થી, વાલી અને યુનિવર્સિટીના સ્ટાફમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દરેક શિક્ષણપ્રેમી લોકો આવા પ્રોફેસરની નિંદા પણ કરી રહ્યા છે. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા આ બાબતે કડક પગલાં લેવાય અને પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ પણ ઉઠી છે.