Gujarat24  /  Gujarat  /  Ahmedabad  /  

Ahmedabad: SP રિંગ રોડ પર વર્ષ 2026ના અંત સુધી 10 નવા ઓવરબ્રિજ બનશે, સૌરાષ્ટ્ર-ચરોચર અને ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી વધશે

Ahmedabad News: AUDAના SP રિંગ રોડ પર અત્યારે 1100 કરોડ રૂપિયાના ખર્ચે 10 ઓવરબ્રિજ અને એક અંડરપાસ બનાવવામાં આવી રહ્યા છે. જેનું કામ આગામી વર્ષ 2026ના અંત સુધી પૂરું થઈ જશે. આ પછી સૌરાષ્ટ્ર-ચરોચર અને ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી વધશે અને દરેક દિશામાંથી લોકો એન્ટ્રી લઈ શકશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

SP રિંગ રોડ પર અહીં બનશે ઓવરબ્રિજ

  • બાકરોલ ઓવરબ્રિજ
  • સિંધુભવન ઓવરબ્રિજ
  • શીલજ ઓવરબ્રિજ
  • તપોવન ઓવરબ્રિજ
  • દાસ્તાન ઓવરબ્રિજ
  • નિકોલ ઓવરબ્રિજ
  • પાંજરાપોળ ઓવરબ્રિજ
  • અદાણી ઓવરબ્રિજ
  • હાથીજણ ઓવરબ્રિજ
  • કમોડ ઓવરબ્રિજ

રીંગરોડ છ નેશનલ હાઇવે 11 જેટલા નાના-મોટા સ્ટેટ હાઇવે અને મેઝર ડિસ્ટ્રિક રોડ સાથે જોડાયેલો છે. રિંગરોડ પરથી ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રને અમદાવાદ સાથે જોડતો સરક્યુલર મુખ્ય માર્ગ બની ગયો છે. જેથી અમદાવાદ અને બહારના વાહન ચાલકો માટે રીંગ રોડની મહત્વતા વધુ છે.

રીંગ રોડ પર હયાત જંકશનો, હાઇવે અને રેલ્વે લાઈન પર કુલ 10 જેટલા ફલાય ઓવરબ્રિજ બે રિવર ઓવરબ્રિજ, બે રેલ્વે ઓવરબ્રિજ, બે અન્ડરપાસનું નિર્માણ કરાયું છે. એક ફૂટ ઓવરબ્રિજ પણ છે. હાલમાં રીંગ રોડ પર કમોડ, બાકરોલ, હાથીજણ, રામોલ, પાંજરાપોળ, નિકોલ, દાસ્તાન, તપોવન, શિલજ, સિંધુભવન પર છ માર્ગીય ઓવરબ્રિજ સહિત ઓગણજ જંકશન મળી 10 જંકશન પર અંદાજિત 1100 કરોડના નવા દસ ફલાય ઓવર અને એક અન્ડર બ્રિજ બની રહ્યા છે. વાહન ચાલકોના ઈધણ અને સમયની બચત થશે.

રિંગ રોડ પર ઓવર બ્રિજ અને અંડર પાસ મળી 10 નવા બ્રિજોનું નિર્માણ થયા બાદ પીકઅવર્સમાં વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાં મુક્તિ મળશે. જેથી વાહનચાલકોના સમય અને ઇંધણનો વેડફાટ થતો અટકાવશે. શહેર બહારથી આવનાર નાગરિકોને અમદાવાદ જિલ્લામાં જવું હશે તો સરળતા રહેશે.