Gujarat24  /  Gujarat  /  Rajkot  /  

Rajkot: રાજકોટમાં ASI દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા, DCPની ઝપટે ચડતા તાત્કાલિક સસ્પેન્ડ કરાયા

Rajkot News: રાજકોટની સિવિલ હોસ્પિટલ ચોકીમાં ફરજ બજાવતા ASI ચંદ્રસિંહ જશુભા ઝાલા (રહે. માઉન્ટેડ પોલીસ લાઈન) નશાખોર હાલતમાં મળી આવતાં પ્ર.નગર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી. મહત્ત્વનું છે કે, નશો કર્યાનું સાબિત થતાં ગુનો નોંધાયો છે. આ ઉપરાંત નશાખોર ASIને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

ગઈકાલે મોડી રાત્રે ગાંધીગ્રામ-2 પોલીસની હદમાં નર્સ તરીકે નોકરી કરતાં ચૌલાબેનની હત્યા થઈ હતી. જેથી મોડી રાત્રે ઝોન-2ના ડીસીપી જગદિશ બાંગરવા સિવીલ હોસ્પિટલ પોલીસ ચોકીએ પહોંચ્યા હતા. તે વખતે ત્યાં ફરજ બજાવતા એએસઆઈ ચંદ્રસિંહ નશાખોર હાલતમાં જણાતા પ્ર.નગરના પીઆઈને બોલાવી તપાસ કરવાનું કહ્યું હતું. જેમાં નશો કર્યાનું સાબિત થતાં ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્યાર પછી મોડી સાંજે સસ્પેન્શનનો હુકમ પણ કરી દેવાયો હતો.