Gujarat24  /  Gujarat  /  Surat  /  

Surat: સગીર વિદ્યાર્થીને લઈ ભાગેલી ટ્યુશન ટીચરને ગર્ભપાત માટે કોર્ટની મંજૂરી, ગર્ભપાત બાદ આરોપીને જેલમાં મોકલવા નિર્દેશ

Surat News: 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી અને ગર્ભવતી બનેલી સુરતના પુણા ગામની ટ્યુશન શિક્ષિકાની ગર્ભપાત કરાવવાની અરજી તબીબના અભિપ્રાય બાદ સુરતની સ્પેશિયલ કોર્ટ (પોકસો)ના જજ રાકેશ ભટ્ટે ગ્રાહય રાખીને ગર્ભપાતની મંજુરી આપતો હુકમ કર્યો છે.

સુરતના પુણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકાએ ટ્યુશન શિક્ષિકા ૧૩ વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમમાં પડયા બાદ બંને ઘર છોડીને સાથે જતા રહ્યા હતા. પોલીસે બંનેને રાજસ્થાન બોર્ડર પરથી શોધી કાઢ્યા હતા. અને શિક્ષિકા સામે પોક્સો એક્ટ સહિતની કલમ અંતર્ગત ગુનો દાખલ કરાયો હતો. ત્યારબાદ શિક્ષિકા ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

દરમિયાન શિક્ષિકાએ ગર્ભપાત કરાવવાની મંજુરી માટે વકીલ મારફત કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે ત્રણ તબીબો પાસે અભિપ્રાય મંગાવ્યો હતો. તે ગઈકાલે કોર્ટમાં રજૂ થયો હતો. અભિપ્રાય મુજબ બાળક કુપૌષિત જન્મે તેવી શક્યતા છે. અને ગર્ભપાત શિક્ષિકાના હિતમાં હોવાની રિમાર્ક મુકી હતી. મેડિકલ અભિપ્રાય અને બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે શિક્ષિકાને ગર્ભપાત કરાવવાની મંજુરી આપતો હુકમ કર્યો હતો. સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને એક અઠવાડીયામાં પ્રક્રિયા પુર્ણ કરવા નિર્દેશ અપાયો છે. ત્યારબાદ શિક્ષિકાનો મેડિકલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા જણાવાયું! છે. જેમાં શિક્ષિકા સ્વસ્થ જણાય તો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપીને લાજપોર । જેલમાં મોકલવા હુકમ કરાયો છે.