Gujarat24

રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો: 45 હજારથી વધુ બાળકોએ અધવચ્ચે ભણવાનું છોડ્યું

Share On :

Student Drop Out Rate

Rajkot School Drop Out Survey: રાજકોટ (Rajkot) જિલ્લા શિક્ષણ વિભાગ (Education Department) દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના એક સર્વેમાં શિક્ષણ જગતને હચમચાવી મૂકે તેવા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા 45 હજારથી વધુ બાળકોએ પ્રાથમિક અને માધ્યમિક સ્તરે જ અધવચ્ચેથી પોતાનો અભ્યાસ છોડી દીધો (Drop Out) હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું છે. જિલ્લામાં સતત વધી રહેલા આ ડ્રોપ આઉટ રેશિયોને ઘટાડવા અને બાળકોને ફરીથી શાળાના પગથિયાં ચડાવવા માટે હવે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને ખાસ જવાબદારી સોંપી કામે લગાડવામાં આવ્યા છે.

વાલીઓની આનાકાની અને ગુમ થયેલા બાળકોનો મોટો પડકાર
સર્વે દરમિયાન માત્ર ડ્રોપ આઉટના આંકડા જ નહીં, પરંતુ તેના પાછળના કારણો પણ ચિંતાજનક સામે આવ્યા છે. અહેવાલ મુજબ, 12,543 બાળકોના વાલીઓએ (Parents) પોતાના બાળકોને ફરીથી અભ્યાસ માટે શાળાએ મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી છે, જે તંત્ર માટે મોટો પડકાર છે. આ ઉપરાંત, 8,087 બાળકો અન્ય સ્થળે સ્થળાંતરિત (Migrate) થયા હોવાનું જાણવા મળ્યું છે, જેમના ટ્રેકિંગ (Tracking) માટે શિક્ષણ વિભાગે વિશેષ કવાયત શરૂ કરી છે. સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે, શાળા છોડ્યા બાદ 2,685 બાળકોનો કોઈ પતો જ મળતો નથી, એટલે કે આ બાળકો ગુમ અથવા ટ્રેસ થઈ શક્યા નથી.

ધોરણ વાઈઝ આંકડા: ધોરણ 10 માં સૌથી વધુ ડ્રોપ આઉટ
રાજકોટ જિલ્લામાં ધોરણ વાઈઝ અધવચ્ચેથી શિક્ષણ છોડનારા વિદ્યાર્થીઓ (Students) ના આંકડા નીચે મુજબ છે:

ધોરણ 1 – 2,071
ધોરણ 2-1,458
ધોરણ 3 -1,795
ધોરણ 4 -1,759
ધોરણ 5 -1,782
ધોરણ 6-1,939
ધોરણ 7-1,932
ધોરણ 8 -6,055
ધોરણ 9 – ,816
ધોરણ 10 -10,361

આંકડાઓનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે ધોરણ 8 બાદ ડ્રોપ આઉટનું પ્રમાણ અચાનક વધી ગયું છે, જેમાં ધોરણ 10 માં સૌથી વધુ એટલે કે 10,361 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દીધો છે. હાલમાં શિક્ષણ વિભાગ આ તમામ બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં પરત લાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.