Gujarat24

Vaishno Devi Yatra Mistakes: વૈષ્ણોદેવીનો કડક નિયમ! આ 1 ભૂલ કરી તો આખી યાત્રા જશે એળે!

Share On :

Bhairav Baba Temple Darshan

Religious Rules Vaishno Devi: માતા વૈષ્ણોદેવીની યાત્રા (Vaishno Devi Yatra) દેશની સૌથી પ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાઓમાંની એક છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ લેવા માટે કટરા (Katra) પહોંચે છે. એવી માન્યતા છે કે માતાના દરબારમાંથી કોઈ ભક્ત ક્યારેય ખાલી હાથે પાછો ફરતો નથી અને માતા રાણી તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ પવિત્ર યાત્રા માત્ર માતાજીના દર્શન કરવાથી પૂરી થતી નથી? આ યાત્રાનો એક એવો મહત્ત્વનો નિયમ છે જે ખુદ માતા રાણીએ પોતાના ભક્તો માટે બનાવ્યો છે અને તેના વિના આખી યાત્રા અધૂરી માનવામાં આવે છે.

ભૂલથી પણ ન કરતા આ ભૂલ, શ્રદ્ધાળુઓ અવારનવાર કરે છે મોટી ચૂક
વૈષ્ણોદેવીની યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ અવારનવાર એક સૌથી મોટી ભૂલ કરી બેસે છે, અને તે છે ભૈરવ બાબા (Bhairav Baba) ના દર્શન ન કરવા. ઘણા યાત્રિકોને તો આ નિયમ વિશે ખબર જ હોતી નથી, જ્યારે કેટલાક લોકો આ વિશે જાણતા હોવા છતાં તેની અવગણના કરે છે. વધુ પડતો થાક, સમયનો અભાવ અથવા ભૈરવ મંદિર (Bhairav Temple) નું ચઢાણ ખૂબ કઠિન હોવાને કારણે લોકો ત્યાં જવાનું ટાળે છે. ઘણા લોકો એવું વિચારીને મન મનાવી લે છે કે ભવિષ્યમાં જ્યારે ફરી આવીશું ત્યારે ભૈરવ નાથના દર્શન કરી લઈશું. પરંતુ શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો તમે ભૈરવ નાથના દર્શન નથી કરતા, તો તમારી વૈષ્ણોદેવીની યાત્રા અધૂરી રહી જાય છે.

સ્વયં માતા વૈષ્ણોદેવીએ બનાવ્યો છે આ ખાસ નિયમ
પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર, પવિત્ર ગુફા (Holy Cave) માં ભવ્ય દર્શન કર્યા બાદ ભૈરવ બાબાના દર્શન કરવા અનિવાર્ય છે. એવું કહેવાય છે કે સ્વયં માતા વૈષ્ણોદેવીએ ભૈરવ બાબાને વરદાન આપ્યું હતું કે, જે પણ ભક્ત મારા દર્શન કર્યા પછી તમારા દર્શન નહીં કરે, તેની યાત્રા ક્યારેય સફળ કે પૂર્ણ માનવામાં નહીં આવે. આ જ કારણ છે કે વૈષ્ણોદેવી આવતા દરેક ભક્ત માટે ભૈરવ બાબાના ચરણોમાં સીસ ઝુકાવવું ખૂબ જ જરૂરી છે.

હવે ભૈરવ મંદિર પહોંચવું બન્યું ખૂબ જ સરળ
જો તમે શારીરિક થાક અથવા કઠિન ચઢાણને કારણે પગપાળા જવા માટે સક્ષમ ન હોવ, તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. માતાજીના ભવન (Bhavan) થી ભૈરવ મંદિર સુધી પહોંચવા માટે હવે રોપવે (Ropeway) ની શાનદાર સુવિધા ઉપલબ્ધ છે. આ સુવિધાનો ઉપયોગ કરીને શ્રદ્ધાળુઓ હવે ભારે ચઢાણ ચઢ્યા વિના, માત્ર ગણતરીની મિનિટોમાં જ ખૂબ જ સરળતાથી ભૈરવ બાબાના દર્શન કરી શકે છે.