Gujarat24

સુરક્ષિત રોકાણ અને ઝીરો રિસ્ક! જાણો આ અફલાતૂન સરકારી યોજના વિશે

Share On :

Investment Tips

Post Office Scheme: જ્યારે સુરક્ષિત રોકાણ અને જોરદાર વળતર મેળવવાની વાત આવે છે, ત્યારે પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત સ્મોલ સેવિંગ સ્કીમ્સ રોકાણકારોની પહેલી પસંદગી બની રહે છે. વાસ્તવમાં, દરેક વ્યક્તિ પોતાની કમાણીમાંથી થોડી બચત કરીને એવી યોજનાઓમાં નાણાં રોકવાનું આયોજન કરે છે, જ્યાં તેમનું ભંડોળ સંપૂર્ણપણે સુરક્ષિત રહે અને વળતર પણ આકર્ષક મળે. આ દ્રષ્ટિએ પોસ્ટ ઓફિસની યોજનાઓ ખૂબ જ લોકપ્રિય છે, કારણ કે આ રોકાણ પર સુરક્ષાની ગેરંટી ખુદ ભારત સરકાર લે છે અને વ્યાજદર પણ ઉત્કૃષ્ટ આપવામાં આવે છે. આવી જ એક લોકપ્રિય સરકારી યોજના એટલે પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર સ્કીમ, જેમાં એકસાથે મોટી રકમનું રોકાણ કરવાથી તે સીધી બમણી થઈ જાય છે.

માત્ર 115 મહિનામાં પૈસા થઈ જશે બમણા
પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર યોજના તેના રોકાણકારોને ખૂબ જ ઓછા સમયમાં પૈસા ડબલ કરવાની બાંહેધરી આપે છે. આ પૈસા બમણા કરતી કેવીપી સ્કીમ માં સરકાર તરફથી ખૂબ જ શાનદાર વ્યાજદર આપવામાં આવે છે, જે હાલમાં 7.50ટકા (7.50%) નક્કી કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ રોકાણ પર મળતું વ્યાજ વાર્ષિક ધોરણે ગણવામાં આવે છે. આ સ્કીમનો મેચ્યોરિટી પિરિયડ 115 મહિના એટલે કે 9 વર્ષ અને 7 મહિનાનો છે. આ ઊંચા વ્યાજદરના કારણે રોકાણકારને નિયત સમયગાળાના અંતે ડબલ રકમ પરત મળે છે. જો તમે આ યોજનામાં ₹5,૦૦,૦૦૦ (5 લાખ રૂપિયા) નું રોકાણ કરો છો, તો મેચ્યોરિટી પર તમને ₹10,૦૦,૦૦૦ (1૦ લાખ રૂપિયા) નું મોટું ભંડોળ પ્રાપ્ત થાય છે.

માત્ર 1000 રૂપિયાથી ખાતું ખોલાવવાની સુવિધા
આ સરકારી સ્કીમની જે બાબત તેને સૌથી વધુ લોકપ્રિય બનાવે છે તે છે તેના પર મળતી ઝીરો રિસ્ક ગેરંટી . આ સ્કીમમાં રોકાણની શરૂઆત ન્યૂનતમ ₹1,૦૦૦ થી એકાઉન્ટ ખોલાવીને કરી શકાય છે. જ્યારે મહત્તમ રોકાણ માટે સરકાર દ્વારા કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી, એટલે કે તમે ઈચ્છો એટલી રકમ આમાં રોકી શકો છો. રોકાણકારો સિંગલ એકાઉન્ટ અથવા જોઈન્ટ એકાઉન્ટ બંને રીતે આ ખાતું ખોલાવી શકે છે. આ યોજનાની અન્ય એક ખાસિયત એ છે કે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલા કેવીપી એકાઉન્ટ ઓપન કરાવી શકે છે. 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોના નામે પણ આ ખાતું શરૂ કરી શકાય છે.

ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કેવી રીતે કામ કરે છે?
આ સ્કીમમાં પૈસા ડબલ થવાની ગણતરી સમજવી ખૂબ જ સરળ છે. આ સરકારી યોજનામાં વ્યાજની ગણતરી ચક્રવૃદ્ધિ આધાર પર થાય છે. ધારો કે કોઈ વ્યક્તિ ₹1,૦૦,૦૦૦ નું રોકાણ કરે છે, તો પ્રથમ વર્ષના અંતે 7.5% લેખે વ્યાજ ₹7,500થશે. આ વ્યાજ આગામી વર્ષ માટે મૂળ રકમમાં ઉમેરાઈ જશે, જેથી રકમ વધીને ₹1,07,500 થઈ જશે. બીજા વર્ષે આ વધેલી રકમ પર વ્યાજ ₹8,062 થશે. આ રીતે દર વર્ષે રકમ વધતી જશે. ₹5 લાખના રોકાણ પર આ ગણતરી જોઈએ તો, પ્રથમ વર્ષે તે વધીને ₹5.37 લાખ, બીજા વર્ષે ₹5.77 લાખ, પાંચમા વર્ષે ₹7.17 લાખ અને નવ વર્ષ અને સાત મહિના પૂર્ણ થતાં જ તે પૂરા ₹1૦,૦૦,૦૦૦ થઈ જશે.

નજીકની પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવાની સરળ પ્રક્રિયા
તમે તમારા નજીકના પોસ્ટ ઓફિસ અથવા કોઈપણ પબ્લિક સેક્ટર બેંકમાં જઈને આ ખાતું ખૂબ જ સરળતાથી ખોલાવી શકો છો. જોકે, રોકાણકારોએ એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે કે આ યોજનામાં રોકાણ કર્યાની તારીખથી 2.5 વર્ષ (30 મહિના) નો લોક-ઇન પિરિયડ હોય છે, તે પહેલાં સામાન્ય સંજોગોમાં નાણાં ઉપાડી શકાતા નથી.