EV Tax Rebate In Gujarat: કિલનએનર્જી-ગ્રીન એનર્જીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનના વેચાણ પર 5 ટકા ટેક્સ રાહત આપવાની જાહેરાત કરી દીધી છે. જેની સાથે જ ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહન પર ટેક્સ દર ઘટીને 1 ટકા થઈ ગયો છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26ના અંદાજપત્રમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી જેને હવે લાગુ કરવામાં આવી છે.
આ જાહેરાતને પગલે ઈલેક્ટ્રિક વાહનના વેચાણમાં ફરી વધારો થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં વર્ષ 2024 દરમિયાન 75760 ઈ-વ્હિકલનું વેચાણ થયું હતું. એક જ વર્ષમાં સૌથી વધુ ઈ-વ્હિકલનું વેચાણ થયું હોય તેવા રાજ્યમાં ઉત્તર પ્રદેશ 3.99 લાખ સાથે ખોખર, મહારાષ્ટ્ર 2.41 લાખ સાથે બીજા, કર્ણાટક 1.79 લાખ સાથે ત્રીજા જ્યારે ગુજરાત 10માં સ્થાને છે.
ગુજરાતમાં હાલ ઈવ્હિકલ પર છેલ્લા એક વર્ષથી સબસિડી બંધ કરવામાં આવી છે. ગુજરાતમાં ઈલેક્ટ્રિક વ્હિકલમાં ટુ વ્હિલર પર 20 હજાર, થ્રી વ્હિલરમાં 50 હજાર, કારમાં 1.50 લાખ સુધી સબસિડી આપવામાં આવતી હતી.