Gandhinagar News: સરકાર દ્વારા સરકારી સ્કૂલોની જેમ ગ્રાન્ટેડ સ્કૂલોને પણ કમ્પ્યુટર લેબ અને સ્માર્ટ કલાસ આપવામા આવે છે પરંતુ 90થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સ્કૂલોને સ્માર્ટ કલાસ અને કમ્પ્યુટર લેબની મંજૂરી અપાતી ન હતી અને આ મુદ્દે અનેક રજૂઆતો પણ થઈ હતી. જેથી સરકારે અંતે રાજ્યની 1727 ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને કમ્પ્યુટર લેબ તેમજ સ્માર્ટ કલાસ આપવા મંજૂરી આપી દીધી છે અને આ માટેનો વિધિવત પણ કરી દેવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ નવરંગપુરામાં માત્ર 30 રૂપિયાના ભાડા માટે હત્યા, રિક્ષાચાલકે આધેડને પાછળથી ટક્કર મારી, પોલીસે 300 CCTV તપાસી કરી ધરપકડ
આ મુદ્દે દરખાસ્ત-રજૂઆતો બાદ સરકાર દ્વારા બાકી રહેલી રાજ્યની 515 ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલો અને 90થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી 1212 ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને સ્માર્ટ કલાસ તથા કમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ આપવા મંજૂરી આપવામાં આવી છે. આ સુવિધાઓ સમગ્ર શિક્ષાની કચેરી દ્વારા પુરી પાડવામાં આવશે. જો કે સરકારે વિધાનસભામાં રજૂ કરેલી માહિતી મુજબ હાલ રાજ્યની અનેક સરકારી પ્રાથમિક સ્કૂલોને કમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબ હજુ સુધી નથી.