Gujarat24  /  Gujarat  /  Gandhinagar  /  

અંબાલાલ પટેલની આગાહીઃ ચોમાસા પહેલાં આવશે વાવાઝોડું, જાણો આગામી 20થી 24 તારીખ દરમિયાન ક્યાં થશે ભારે વરસાદ

Ambalal Patel Agahi: હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 7 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હાલમાં ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે 20થી 24 મે વચ્ચે સાઈક્લોનિક અસર જોવા મળશે, જેના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્ય સહિત સમગ્ર દેશમાં 20 મે બાદ વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. આ સમયમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાનાની શક્યતા છે, જેના કારણે મુંબઈ સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં 12 થી 15 ઇંચ સુધી વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં 20 થી 24 મે દરમિયાન સાઈક્લોનિક અસર જોવા મળી શકે છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ત્યારપછી 25 મે થી 5 જૂન દરમિયાન રાજ્યમાં ઉકળાટભરી ભારે ગરમી પડી શકે છે. આ વખતે રોહિણી નક્ષત્ર દરમિયાન વરસાદ પડવાની શકયતા પણ વધારે જણાઈ રહી છે.