Ahmedabad: ઓગણજમાં બની રહેલા વર્લ્ડ પાર્કમાં ચીનના ફોરબિડન સિટીનું 12 ફૂટ લાંબુ સ્ટ્રક્ચર હશે, જાણો વિશ્વનાં કયા દેશોની અજાયબીના સ્ટ્રક્ચર બનાવાશે

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા ડેવલપ કરવામાં આવનારા 30 એકર જમીનમાં પથરાયેલા વર્લ્ડ પાર્ક ઓગણજ લેકમાં ચીનના ફોરબિડન સિટીનું દેશ અને દુનિયાના અન્ય સ્ટ્રકચરની સાથે 12 ફૂટ લાંબુ સ્ટ્રકચર મુકવામાં આવશે. રુપિયા 20 કરોડના ખર્ચે ઓગણજ લેક ડેવલપ કરવા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ બીડરો પાસેથી મંગાવાઈ છે. આ તળાવમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત પાલાર્મેન્ટ હાઉસ તથા તાજમહલ સહિતના સ્ટ્રકચર મુકવામાં આવશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

આ દેશના સ્ટ્રકચર-સક્લપચર મુકવામાં આવશે

  • બના હિલ્સ, વિયેતનામ
  • પેટ્રા ઓફ જોર્ડન
  • તોડાઈજી ટેમ્પલ, જાપાન
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા
  • ફોરબિડન સીટી, ચીન
  • ટિમ્બકટુ, માલી
  • ચિચેન ઈત્ઝા, ચીલી
  • કોલોસિયમ,રોમ, ઈટલી
  • એફિલ ટાવર, પેરીસ
  • એક્રોપોલિસ, એથેન્સ
  • તાજમહલ, આગ્રા
  • વટ અરુણ, થાઈલેન્ડ
  • મલિયન સ્ટેચ્યુ, સિંગાપોર
  • ન્યૂ પાર્લામેન્ટ હાઉસ, દિલ્હી
  • સ્કેનિક્સ ઓફ ગીઝા, ઈજીપ્ત
  • સ્ટેચ્યુ ઓફલિબર્ટી, યુ.એસ.એ.
  • ઈસ્ટર આઈલેન્ડ, ચીલી
  • પીસા ટાવર, ઈટલી
  • મોસ્કો ક્રેમિન, રશિયા
  • સિડની ઓપેરા હાઉસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *