Gujarat24  /  Gujarat  /  Ahmedabad  /  

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, એક્ટિવ કેસ 320 થયા, અમદાવાદમાં 1 મહિલાનું સારવાર દરમિયાન મોત

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 320 પાર થઈ ગયો છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક્ટિવ કેસમાં 55નો ઉમેરો થયો છે. ગુજરાતના 320 એક્ટિવ કેસમાંથી 163 માત્ર અમદાવાદમાં છે. 31 મેના એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના 35 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત એલ. જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી 46 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. હાલ અમદાવાદમાં કોરોનાના 163 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી કોરોનાના 30થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. હાલ અમદાવાદના પશ્ચિમ ઝોનમાં 45, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 43, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 33, દક્ષિણ ઝોનમાં 18, મધ્ય ઝોનમાં 7, ઉત્તરઝોનમાં બે કેસ નોંધાયાની 12 વિગતો સામે આવી છે.

ગત 31 મેના રોજ 35 કેસ નોંધાયા હતા અને 17 દર્દીઓને રજા આપવામાં આવી હતી. એલ.જી. હોસ્પિટલની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાંથી પણ કોરોનાના 1-1 કેસ કન્ફર્મ થયા છે. આ સ્થિતિને પગલે એલ.જી., વાડીલાલ, શારદાબેન અને એસવીપી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે.