Gujarat24  /  Gujarat  /  Ahmedabad  /  

મૃત મહિલાના બોગસ દસ્તાવેજથી કરોડોની જમીન પડાવનાર બિલ્ડર રમણ પટેલ ઝડપાયો, મકરબાના રામ ભરવાડ સહિત 7 સામે થઈ હતી ફરિયાદ

Ahmedabad News: અમદાવાદમાં બનાવટી દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયાની જમીન પચાવનાર પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ અને તેના સાગરિતો વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં રમણ પટેલે અન્ય 7થી વધુ આરોપીઓ સાથે મળીને મૃતક મહિલાના બનાવટી દસ્તાવેજ અને તેમના અગુંઠાની નિશાન લઈને કરોડો રૂપિયાની જમીન હડપ કરી હતી. આ અંગે ગાંધીનગર સીઆઇડી ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે રમણ પટેલની ધરપકડ કરીને 10 દિવસના રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી છે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

ખેડા જિલ્લાના નાની કાલોલી ગામમાં રહેતા કનુભાઈ ઠાકોરે CID ક્રાઈમ ગાંધીનગર ખાતે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમની માતા જીવતબેનના માતા ગજરીબેન ઠાકોર હતા. જે મકરબા ખાતે રહેતા હતા. ગજરીબેનને સંતાનમાં જીવતબેન અને બબુબેન નામની દીકરી હતી. ગજરીબેનનું અવસાન 30 સપ્ટેમ્બર 1980માં થયું હતું. જ્યારે જીવતબેનનું અવસાન 2017માં અને બબુબેનનું અવસાન 2006માં થયું હતું. તેમની વારસાઈની જમીન હડપ કરવાના બદઇરાદે રમણ પટેલ, મણીલાલ પટેલ, ગૌતમ પટેલ, હિતેશ રમણલાલ પટેલ, રામુભાઈ ભરવાડ અને ચંદુલાલ ઠાકોરે મીલીભગત ગોઠવીને જમીન વેચાણના બનાવટી દસ્તાવેજ બનાવ્યા હતા. જેમાં 1980માં મરણ ગયેલા ગજરીબેનના બોગસ દસ્તાવેજ બનાવીને 1986ના વર્ષનો બોગસ વેચાણ દસ્તાવેજ બનાવ્યો હતો. જેમાં 56 હજારમાં જમીનનો સોદો થયાનો ઉલ્લેખ કર્યો હતો.

જો કે, આ જમીન ટુકડા ધારા હેઠળ આવતી હોવાથી 1988માં સીટી ડેપ્યુટી દ્વારા આ દસ્તાવેજ રદ કરાયો હતો. ત્યારબાદ ફરીથી બનાવટી દસ્તાવેજના આધારે 1990ના વર્ષમાં ગજરીબેનના કુલમુખ્યાર તરીકે રામુભાઈ ભરવાડને બતાવીને જમીન અંબિકાદર્શન ખેતી સહકારી મંડળી લિમિટેડને વેચાણ કર્યાનો દસ્તાવેજ તૈયાર કર્યો હતો.

આરોપીઓએ અગજરીબેન 1992માં મરણ ગયાના બનાવટી દસ્તાવેજ પણ તૈયાર કર્યા હતા. આ અંગે CID ક્રાઈમે તમામ જરૂરી દસ્તાવેજના આધારે છેતરપિંડી અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધીને રમણ પટેલની ધરપકડ કરીને તેના દશ દિવસના રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *