Ahmedabad News: નવા અમદાવાદમાં સલામતી સુદ્રઢ બનાવવા માટે વધુ 106 AI CCTV લગાવવા અમદાવાદ મ્યુનિસિપલ અને પોલીસ તંત્રએ કાર્યવાહી હાથ ઘેરી છે. રીંગ રોડ આસપાસના વિસ્તારમાં CCTV જરૂરી હોય તેવા સ્થળોની યાદી ટ્રાફિક પોલીસે આપતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટેન્ડર બહાર પાડવા પ્રક્રિયા હાથ ધરી છે. ગંભીર ગુના ઉકેલવા માટે વર્ષ 2011થી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવાયેલાં 5400 CCTV ઉપરાંત સોસાયટીઓ, ઘર, દુકાનોના એક લાખ ખાનગી કેમેરાના ફૂટેજ ઉપયોગી બને છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
આવનારાં 6 મહિનામાં શહેરના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અને નવા વિકસેલા વિસ્તારોમાં વધુ 106 કેમેરા લગાવવામાં આવનાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસે કરેલા સંયુક્ત આયોજનથી વિતેલા દશકામાં વિકાસ પામેલા વિસ્તારોમાં આ કેમેરા ગોઠવાશે. આ તમામ કેમેરા AIથી માણસનો ફોટોગ્રાફ કેપ્ચર થયા બાદ તેની ઓળખ મેળવવા કાર્યક્ષમ હશે.
આ જગ્યાએ કેમેરા લગાવશે
ટ્રાફિક એઃ સાણંદ, મકરબા, સરખેજ, એસ જી હાઈવે, એસ.પી. રીંગ રોડ, જીવરાજ પાર્ક, વસ્ત્રાપુર, કોમર્સ છ રસ્તા, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં કુલ 74 નવા CCTV લગાવવામાં આવશે.
ટ્રાફિક-બીઃ નરોડા, ચામુંડા બ્રીજ, જમાલપુર, આરટીઓ, ચિમનભાઈ પટેલ બ્રીજ અને પ્રેમ દરવાજા વિસ્તારમાં 12.
ટ્રાફિક-સીઃ નાના ચિલોડા, દહેગામ રીંગ રોડ, કરાઈ કટ, નરોડા બેઠક ત્રણ રસ્તા વિસ્તારમાં 7.
ટ્રાફિક-ડીઃ જશોદાનગર, એક્સપ્રેસ હાઈવે, સીટીએમ, રાજેન્દ્રપાર્ક,વિરાટનગર, ઠક્કરનગર, દાસ્તાન સર્કલ આસપાસના વિસ્તારમાં 11 સ્થળોએ સ્માર્ટ સિટી કેપ્ચર કેમેરા લગાવાશે.