gujarat24  /  Gujarat  /  Patan  /  

Potato farming: ઉત્તર ગુજરાતમામાં 1.49 લાખ હેક્ટરમાં બટાકાનું વાવેતર, પહેલાં કરતાં ઉત્પાદન ઘટ્યું

Potato Farming in North Gujarat: ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી જ ગરમીની શરૂઆત થઈ છે. વાતાવરણની અનિશ્ચતાને કારણે રવી પાકોના વાવેતરને સીધી અસર થઈ છે. આ વર્ષે બટાકાના વાવેતરમાં 10થી 15 ટકાનો ઘટાડો રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં આ વર્ષે 13 લાખ હેક્ટરમાં રવી વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં 1.49 લાખ હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું હતું. અગાઉના વર્ષોની સરખામણીએ ઉત્તપાદનમાં 10થી 15 ટકાનો ઘટાડો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

વિશ્વમાં બટાકાના ઉત્પાદનમાં ભારતનો ચીન બાદ બીજો નંબર છે. જ્યારે ગુજરાત દેશમાં ચોથા નંબર છે. ઉત્તર ગુજરાતમાં દોઢ લાખ હેક્ટરમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તેમાં સૌથી વધુ 61 હજાર હેક્ટરમાં બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતર કરાયુ હતું. ગત વર્ષની સરખામણીએ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બટાકાનું વાવેતર વધ્યુ છે પરંતુ સતત બદલાતા હવામાનને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. બજારમાં ભલે બટાકા 30થી 40 રૂપિયે કિલો વેચાતા હોય પરંતુ ખેડૂતોને કિલોનો ભાવ 12થી 15 રૂપિયા જ મળી રહ્યો છે. બટાકાના પોક્ષણક્ષમ ભાવ ન મળતાં અનેક ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી ખેતી કરે છે અને ખેતરોમાં તૈયાર થતા બટાકા જે તે કંપની લઈ જતી હોય છે.

ઉત્તર ગુજરાતમાં બટાકાનું વાવેતર (હેક્ટરમાં)

  • બનાસકાંઠામાં 61000 હેક્ટરમાં બટાકાનું વાવેતર
  • સાબરકાંઠામાં 38000 હેક્ટરમાં બટાકાનું વાવેતર
  • અરવલ્લીમાં 20500 હેક્ટરમાં બટાકાનું વાવેતર
  • મહેસાણામાં 10100 હેક્ટરમાં બટાકાનું વાવેતર
  • પાટણમાં 1700 હેક્ટરમાં બટાકાનું વાવેતર
  • ગાંધીનગરમાં 18100 હેક્ટરમાં બટાકાનું વાવેતર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *