WhatsApp Plus: સોશિયલ મીડિયા જાયન્ટ મેટા હવે તેના લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ માટે એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યું છે. કંપનીએ ‘વોટ્સએપ પ્લસ’ નામનું નવું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન ફીચર રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. આ ફીચરનો મુખ્ય હેતુ યુઝર્સના ચેટિંગ અનુભવને વધુ પર્સનલ અને સ્ટાઇલિશ બનાવવાનો છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફીચરનું ટેસ્ટિંગ પહેલા એન્ડ્રોઈડ (Android) યુઝર્સ પર કરવામાં આવ્યું હતું અને હવે તે ધીમે ધીમે આઈફોન યુઝર્સ સુધી પણ પહોંચી રહ્યું છે.
કસ્ટમાઇઝેશન માટે મળશે ખાસ ફીચર્સ (Special Features for Customization)
વોટ્સએપ પ્લસ એ એક વૈકલ્પિક માસિક સબસ્ક્રિપ્શન પ્લાન છે. જે યુઝર્સ સબસ્ક્રિપ્શન લેશે તેમને 18 અલગ-અલગ કલર થીમ્સમળશે, જેનાથી આખા એપનું ઇન્ટરફેસ બદલી શકાશે. આ ઉપરાંત, યુઝર્સને 14 નવા એપ આઈકોન પસંદ કરવાનો વિકલ્પ પણ મળશે, જેમાં બ્લેક એન્ડ વ્હાઇટ અને અન્ય આકર્ષક ડિઝાઇનનો સમાવેશ થાય છે. આ પ્લાનમાં ખાસ એનિમેટેડ ઇફેક્ટ્સ ધરાવતા એક્સક્લુઝિવ સ્ટીકર પેક્સ પણ આપવામાં આવશે.
ચેટ મેનેજમેન્ટ બનશે વધુ સરળ (Smart Chat Management)
સામાન્ય રીતે વોટ્સએપમાં અત્યારે માત્ર ત્રણ ચેટ પિન કરવાની સુવિધા મળે છે, પરંતુ વોટ્સએપ પ્લસના ગ્રાહકો 20 ચેટ સુધી પિન કરી શકશે. આ ઉપરાંત, યુઝર્સને 10 નવી રિંગટોન મળશે, જેમાં ફ્લટર, ટેમ્પો અને રિપલ જેવા વિકલ્પો સામેલ છે. વોટ્સએપ બિઝનેસ યુઝર્સ માટે અત્યારે આ સુવિધા ઉપલબ્ધ નથી, માત્ર મેસેન્જર યુઝર્સ જ તેનો લાભ લઈ શકશે.
શું સામાન્ય યુઝર્સને અસર થશે? (Impact on Normal Users)
કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ પ્રીમિયમ પ્લાન વોટ્સએપના સામાન્ય વપરાશને અસર કરશે નહીં. જે યુઝર્સ પૈસા ખર્ચવા માંગતા નથી, તેઓ પહેલાની જેમ જ ફ્રીમાં મેસેજિંગ અને કોલિંગ કરી શકશે. આ સબસ્ક્રિપ્શન માત્ર એવા લોકો માટે છે જેઓ એપને વધુ વિઝ્યુઅલી આકર્ષક બનાવવા માંગે છે.
કિંમત અને ઉપલબ્ધતા (Price and Availability)
યુરોપમાં આ સબસ્ક્રિપ્શનની કિંમત અંદાજે 2.49 યુરો (આશરે ₹279) પ્રતિ મહિને રાખવામાં આવી છે. પાકિસ્તાનમાં 229 પાકિસ્તાની રૂપિયા અને મેક્સિકોમાં અંદાજે 29 ડોલર કિંમત છે. ભારતમાં આની સત્તાવાર કિંમતની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. યુઝર્સ કોઈપણ સમયે એપ સ્ટોર અથવા પ્લેટફોર્મ સેટિંગ્સમાંથી સબસ્ક્રિપ્શન રદ કરી શકશે.






