Mehsana Corporation: મહેસાણા મહાનગરપાલિકા (Mehsana Municipal Corporation) ના પ્રથમ મેયર (Mayor) અને ડેપ્યુટી મેયર (Deputy Mayor) ની વરણીને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા સસ્પેન્સનો આજે અંત આવશે. મહેસાણા ટાઉનહોલ (Mehsana Town Hall) ખાતે આજે બપોરે 1:00 વાગ્યે મહાનગરપાલિકાની પ્રથમ ઔપચારિક બેઠક યોજાવા જઈ રહી છે. તાજેતરમાં ચર્ચામાં આવેલા કથિત ‘ક્લિપકાંડ’ (Clipkaand) ના ઘેરા પડઘા આ ચૂંટણી અને નામોની પસંદગી પર સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે, જેને કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે.
છેલ્લી ઘડી સુધી ભાજપે નામો રાખ્યા ગુપ્ત
મહેસાણા મનપાની કુલ 52 બેઠકો (52 Seats) માંથી ભાજપ (BJP) પાસે 47 અને કોંગ્રેસ (Congress) પાસે 5 બેઠકોનું સંખ્યાબળ છે. આ પ્રચંડ બહુમતી વચ્ચે પણ સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટેના નામો છેલ્લી ઘડી સુધી અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યા છે. પક્ષમાં કોઈપણ પ્રકારની નારાજગી કે વિખવાદ ટાળવા માટે હાઈકમાન્ડ દ્વારા વ્યૂહાત્મક રીતે સસ્પેન્સ જાળવી રાખવામાં આવ્યું છે.
સૂત્રો દ્વારા આ નામો પર મહોર વાગવાની શક્યતા
રાજકીય વર્તુળો અને અંદરના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહત્વના હોદ્દાઓ માટે નીચેના નામો લગભગ નક્કી માનવામાં આવી રહ્યા છે:
મેયર પદ (Mayor): નયનાબેન જયેશકુમાર પ્રજાપતિ (Nayanaben Jayeshkumar Prajapati) નું નામ મેયર તરીકે ફાઇનલ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ડેપ્યુટી મેયર પદ (Deputy Mayor): આ પ્રતિષ્ઠિત પદ માટે નિલેશ હરડે (Nilesh Harde) ના નામ પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન (Standing Committee Chairman): મનપાની તિજોરીની ચાવી સમાન આ પદની જવાબદારી દીપકભાઈ પટેલ (Deepakbhai Patel) ને સોંપવામાં આવી શકે છે.
મપોલા લોકશાહીની પ્રક્રિયા હેઠળ આજે બપોરે સત્તાવાર જાહેરાત બાદ જ આ નામો પર આખરી મહોર વાગશે, જેના પર સમગ્ર ઉત્તર ગુજરાતની નજર મંડાયેલી છે.








