Ambalal Patel Rain Forecast: ગુજરાતના પ્રખ્યાત હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel) રાજ્યમાં આગામી દિવસો માટે વરસાદની ચિંતાજનક અને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી 17 જુલાઈના રોજ એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. આ સિસ્ટમને કારણે સમગ્ર ગુજરાતમાં (Gujarat) સાર્વત્રિક તો નહીં, પરંતુ અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. આ સિસ્ટમ રાજ્યમાં ચોમાસાના માહોલને વધુ મજબૂત બનાવશે.
23 જુલાઈથી વધુ એક સિસ્ટમ સક્રિય થશે (Second Rain System Active)
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 17 જુલાઈની સિસ્ટમ બાદ તરત જ રાજ્યમાં વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ આકાર લેશે. 23 જુલાઈના રોજ બંગાળની ખાડી અથવા અરબી સમુદ્રમાં સર્જાનારી આ બીજી સિસ્ટમના કારણે ગુજરાતમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. ખાસ કરીને 22 જુલાઈથી લઈને 3૦ જુલાઈ દરમિયાન સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળશે. આ 8 દિવસો દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અનરાધાર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી (Heavy Rain Warning in South Gujarat)
આ આગાહીમાં સૌથી વધુ ચિંતાજનક બાબત દક્ષિણ ગુજરાત (South Gujarat) માટે છે. 24 અને 25જુલાઈના રોજ આ નવી સિસ્ટમની તીવ્ર અસર જોવા મળશે, જેના કારણે વલસાડ (Valsad), નવસારી (Navsari) અને સુરત (Surat) સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા અને તંત્રને એલર્ટ રહેવા પણ સૂચન કરવામાં આવ્યું છે.
ઓગસ્ટની શરૂઆતમાં આભ ફાટશે? અણધાર્યા વરસાદની આશંકા (Unexpected Rain in August)
જુલાઈ મહિનો પૂર્ણ થતાં જ મુશ્કેલીઓ પૂરી નહીં થાય. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટ (August) મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં અણધાર્યો અને અત્યંત ભારે વરસાદ આવી શકે છે. આ ચોંકાવનારી આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતા સાથે ખુશીનો માહોલ છે, કારણ કે વાવણી લાયક વરસાદ બાદ આ પાણી પાક માટે અમૃત સમાન સાબિત થશે, પરંતુ અતિવૃષ્ટિનો ભય પણ સેવાઈ રહ્યો છે.














