Gujarat Weather Update: ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી બે દિવસ ધૂળની ડમરી સાથે 20થી 30 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આવતીકાલથી તાપમાન 2-3 ડિગ્રી ઘટતાં ગરમીમાં રાહત મળી શકે છે. મહત્ત્વનું છે કે, ગઈકાલે કંડલા એરપોર્ટમાં 44 ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 41 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો થયો હતો.
આ સમાચાર પણ વાંચોઃ Gandhinagar: ગામમાં પીવાનું પાણી ના મળે, ઓપરેટર સતત ગેરહાજર રહેતો હોય તો કરો ટોલ ફ્રી 1916 પર ફરિયાદ
આજથી 3 દિવસ અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે. અમદાવાદમાં ગત રાત્રિના સરેરાશ લઘુતમ તાપમાન 26.3 ડિગ્રી હતું. જોકે, 23 એપ્રિલ બાદ ફરી ગરમીમાં વધારો થવાની સંભાવના છે. રાજ્યમાંથી અન્યત્ર રાજકોટમાં 41.2, અમરેલીમાં 40.8, વડોદરામાં 39.2,ભુજમાં 38.4, ભાવનગરમાં 37.4, સુરતમાં 34 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.