Khyati Hospital Scam Update: ગુજરાતના ચકચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ કરેલી રહેલી ક્રાઈમબ્રાંચે સમગ્ર કેસની પૂર્ણ કરીને 5700 જેટલા પેઈજની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ જેટલા ડિજિટલ પુરાવા, ફાઈલ અને રજીસ્ટ્રર તેમજ બજાજ એલીયન્સ વીમા કંપની પાસેના દસ્તાવેજોનો ઉલ્લેખ ચાર્જશીટમાં કર્યો છે. આ કેસના મુખ્ય આરોપી કાર્તિક પટેલની પુછપરછના બાદ ચાર્જશીટમાં પુરવણી કરવામાં આવશે. દાખલ થયેલા પ્રથમ કેસની ચાર્જશીટ જ્યારે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
આ કેસમાં ક્રાઈમબ્રાંચે તમામ નવ આરોપીઓની ધરપકડ કરી છે અને ચાર્જશીટમાં આઠ આરોપીઓની પુછપરછ અને તપાસ દરમિયાન એકત્ર કરવામાં આવેલા પુરાવા અને કાર્યવાહીનો ઉલ્લેખ કરાયો છે. જ્યારે આ કેસનો માસ્ટર માઈન્ટ કાર્તિક પટેલની પુછપરછ અને તપાસ દરમિયાના તથા સાથેની પુરવણી ચાર્જશીટમાં આપવામાં આવશે. ચાર્જશીટના મહત્વના મુદ્દાઓની વાત કરીએ તો પોલીસે કેસની તપાસમાં કુલ 105 જેટલા લોકોના વિસ્તૃત નિવેદનો નોંધ્યા છે. જ્યારે આ કેસમાં સીધી રીતે સંકળાયેલા સાત સાહેદોના સીઆરપીસી 164 મુજબના નિવેદનો લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત 19 જેટલા ઈલેક્ટ્રોનિક્સ પુરાવા, સાથે તપાસ દરમિયાન હોસ્પિટલ અને ઓફિસમાંથી 36 ફાઇલો પણ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે હોસ્પિટલમાંથી મહત્વની માહિતી સાથેના 11 રજીસ્ટ્રરનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરાયો છે.
આ આરોપીઓ સામે ચાર્જશીટ
- ડૉક્ટર પ્રશાંત પ્રકાશ વજીરાની ડાયરેકટર
- ડૉક્ટર સંજય મૂળજીભાઈ પટોલીયા
- ડાયરેકટર રાજશ્રી પ્રદીપભાઈ કોઠારી
- ડાયરેકટર ચિરાગ હિરાસિંહ રાજપૂત
- સીઈઓ રાહુલ રાજેન્દ્રકુમાર જૈન
- પ્રતિક યોગેશભાઈ ભટ્ટ
- મિલીન્દ કનુભાઈ પટેલ
- પંકલ હસમુખભાઈ પટેલ