Ahmedabad Liquor Seized: અમદાવાદ (Ahmedabad) શહેરના નિકોલ પોલીસ સ્ટેશન (Nikol Police Station) વિસ્તારમાં પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. એસ.પી. રિંગ રોડ (S.P. Ring Road) પર દાસ્તાન સર્કલથી (Dastan Circle) ઓઢવ (Odhav) તરફ જતા માર્ગ પર, આશરે ૧૫૦ મીટર દૂર રોડ ઉપર જાહેરમાં પોલીસે એક શંકાસ્પદ કન્ટેનર ટ્રકને (Container Truck) આંતરી હતી. પોલીસ દ્વારા વાહનની સઘન તલાશી લેવામાં આવતા કન્ટેનરમાંથી ગુપ્ત રીતે છુપાવેલો ભારતીય બનાવટના વિદેશી દારૂનો (Indian Made Foreign Liquor) એક વિશાળ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી જ દારૂના આ ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
₹૧.૩૪ કરોડનો મુદ્દામાલ જપ્ત
પોલીસ દ્વારા કન્ટેનરની તપાસ દરમિયાન નાની-મોટી કુલ ૨૨,૬૬૮ નંગ સીલબંધ બોટલો (૭૪૯ પેટી) મળી આવી હતી, જેની કિંમત આશરે ₹૧,૧૯,૮૬,૫૬૦/- થાય છે. આ સાથે પોલીસે ₹૧૫,૦૦,૦૦૦/- ની કિંમતની ટાટા કન્ટેનર ટ્રક (નંબર: HR-55-Y-1943), એક મોબાઈલ ફોન (Mobile Phone) કિંમત ₹૫,૦૦૦/-, રોકડા ₹૬૦૦/-, કાળા કલરની તાડપત્રી, ઇન્વોઇસ અને ઇ-વે બિલ સહિતના દસ્તાવેજો તથા આરોપીનું પાનકાર્ડ (PAN Card) અને ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License) જપ્ત કર્યા છે. આમ, પોલીસે કુલ ₹૧,૩૪,૯૨,૧૬0/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે સ્થળ પરથી આરોપી હનુમાન રામ કેશરારામ ચૌધરી (Hanuman Ram Keshararam Chaudhary), ઉંમર ૩૩, રહે. બામરલા, બાડમેર, રાજસ્થાન (Rajasthan) ની ધરપકડ કરવામાં આવી છે.
ચંદીગઢથી વડોદરા સુધી લંબાયા તાર, વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે દારૂનો આ માતબર જથ્થો ચંદીગઢથી (Chandigarh) ભરી આપવામાં આવ્યો હતો, જે વડોદરા (Vadodara) ખાતે કોઈ અજાણ્યા ગ્રાહકને ડિલિવરી કરવાનો હતો. આ ગુનામાં કનેક્શન ધરાવતા અન્ય ત્રણ મુખ્ય સૂત્રધારો હાલ પોલીસ પકડથી દૂર છે. જેમાં ઉડયપુરના (Udaipur) રવિભાઈ (મોબાઈલ નંબર: 8107724641), વડોદરામાં દારૂ મંગાવનાર અજ્ઞાત વ્યક્તિ, અને ચંદીગઢથી માલ મોકલનાર શખ્સ સામેલ છે. નિકોલ પોલીસે તમામ વોન્ટેડ આરોપીઓ (Wanted Accused) સામે ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.












