Gujarat24

Vaibhav Suryavanshi નો IPL 2026માં દબદબો: 72 છગ્ગા અને 776 રન! વૈભવ સૂર્યવંશીએ મચાવી દીધી તબાહી

Share On :

Orange Cap Race

Rajasthan Royals: ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League – IPL) 2026માં માત્ર 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) એ પોતાના બેટથી એવો તહલકો મચાવ્યો છે કે ક્રિકેટ જગત દંગ રહી ગયું છે. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals – RR) તરફથી રમતા આ યુવા ખેલાડીએ આખી સીઝન દરમિયાન વિસ્ફોટક બેટિંગ કરી હતી. જોકે, તેની ટીમ ફાઇનલમાં પહોંચી શકી નથી. ક્વોલિફાયર-2 (Qualifier-2) માં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans – GT) સામે રાજસ્થાનનો 7 વિકેટે પરાજય થયો હતો, પરંતુ આ મેચમાં પણ વૈભવે માત્ર 47 બોલમાં 96 રનની તોફાની ઇનિંગ રમીને બધાના દિલ જીતી લીધા હતા. ભલે રાજસ્થાનની સફર પૂરી થઈ ગઈ હોય, પરંતુ અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાનારી ફાઇનલ મેચ બાદ પ્રાઇઝ સેરેમનીમાં વૈભવ પર એવોર્ડ્સનો વરસાદ થવા જઈ રહ્યો છે.

ઇલેક્ટ્રિક સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન (Electric Super Striker of the Season)
આ સીઝનમાં વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) નો સ્ટ્રાઇક રેટ 237.30 નો રહ્યો છે, જે અદ્ભુત છે. નિયમ મુજબ આ એવોર્ડ માટે ઓછામાં ઓછી 7 મેચ અને 100 બોલ રમ્યા હોવા જરૂરી છે. આ યાદીમાં ફિન એલન (Finn Allen – 214.11), પ્રિયાંશ આર્ય (Priyansh Arya – 211.62) અને અભિષેક શર્મા (Abhishek Sharma – 204.72) વૈભવથી ઘણા પાછળ છે. આ એવોર્ડ જીતવા બદલ વૈભવને ઇનામમાં ટાટા સિયેરા (Tata Sierra) કાર મળશે.

મોસ્ટ સિક્સિસ એવોર્ડ (Most Sixes Award)
વૈભવે આ સીઝનમાં બોલરોની લાઇન-લેન્થ બગાડતા કુલ 72 છગ્ગા (Sixes) ફટકાર્યા છે. આ યાદીમાં બીજા નંબરે સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad – SRH) નો અભિષેક શર્મા (Abhishek Sharma) 43 છગ્ગા સાથે અને આરસીબી (RCB) નો રજત પાટીદાર (Rajat Patidar) 41 છગ્ગા સાથે છે. વૈભવનું આ એવોર્ડ જીતવું નક્કી છે, જેના માટે તેને 10 લાખ રૂપિયાની ઇનામી રકમ મળશે.

ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન (Emerging Player of the Season)
1 એપ્રિલ 2000 પછી જન્મેલા, 25 થી ઓછી આઈપીએલ મેચ રમેલા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ન રમનારા ખેલાડીઓને આ એવોર્ડ આપવામાં આવે છે. પ્રિયાંશ આર્ય (Priyansh Arya) અને પ્રિન્સ યાદવ (Prince Yadav) રેસમાં છે, પરંતુ 16 ઇનિંગ્સમાં 48.50 ની એવરેજથી 1 સદી અને 5 અર્ધસદી સાથે 776 રન બનાવનાર વૈભવ આ એવોર્ડ માટે સૌથી મજબૂત દાવેદાર છે.

મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન (Most Valuable Player of the Season)
હાલમાં વૈભવ 436.5 પોઈન્ટ સાથે ટોપ પર છે. બીજા ક્રમે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) નો ફાસ્ટ બોલર કાગિસો રબાડા (Kagiso Rabada) 408 પોઈન્ટ સાથે છે. જો રબાડા ફાઇનલ મેચમાં અસાધારણ પ્રદર્શન નહીં કરે, તો વૈભવ આ એવોર્ડ અને 15 લાખ રૂપિયાની પ્રાઇઝ મની પોતાના નામે કરી લેશે. ગત સીઝનમાં આ એવોર્ડ સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) જીત્યો હતો.

ઓરેન્જ કેપ (Orange Cap)
વૈભવ અત્યારે 776 રન સાથે ઓરેન્જ કેપની રેસમાં પ્રથમ સ્થાને છે. જોકે, ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ના શુભમન ગિલ (Shubman Gill – 722 રન) અને સાઈ સુદર્શન (Sai Sudharsan – 710 રન) હજુ રેસમાં છે. ગિલને વૈભવને પાછળ છોડવા 55 રન અને સુદર્શનને 67 રનની જરૂર છે. જો આ બંને ફાઇનલમાં નિષ્ફળ રહેશે, તો ઓરેન્જ કેપ અને 10 લાખ રૂપિયા વૈભવના નામે થશે.