Gujarat24

IPL 2026: આર્ચર અને રબાડા વચ્ચે જંગ, કોણ પહેરશે પર્પલ કેપ? આજના જંગમાં બદલાઈ જશે IPL ના રેકોર્ડ્સ

Share On :

Vaibhav Suryavanshi Kagiso Rabada

Rajasthan Royals VS Gujarat Titans: આઈપીએલ 2026 (IPL 2026) માં હવે માત્ર પ્લેઓફ (Playoffs) માટેની લડાઈ નથી રહી, પરંતુ ઓરેન્જ કેપ (Orange Cap) અને પર્પલ કેપ (Purple Cap) માટેનો જંગ પણ ચરમસીમાએ પહોંચ્યો છે. દરેક મેચ સાથે બેટ્સમેનો અને બોલરો વચ્ચે રન અને વિકેટની હોડ તેજ બની રહી છે. 8 મેના રોજ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચેના મુકાબલા બાદ સ્થિતિમાં ખાસ ફેરફાર નથી થયો, પરંતુ આજે 9 મેના રોજ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) વચ્ચેની મેચ આખી તસવીર બદલી શકે છે.

ઓરેન્જ કેપ: કેએલ રાહુલની મજબૂત પકડ, વૈભવ પર નજર

ઓરેન્જ કેપની રેસમાં કેએલ રાહુલે (KL Rahul) 51મી મેચમાં 23 રન બનાવીને પોતાનું સ્થાન વધુ સુરક્ષિત કર્યું છે. તે હવે 468 રન સાથે ત્રીજા ક્રમે છે. હાલમાં હેનરિક ક્લાસેન (Heinrich Klaasen) 494 રન સાથે પ્રથમ અને અભિષેક શર્મા (Abhishek Sharma) 475 રન સાથે બીજા સ્થાને છે. જોકે, આજની મેચમાં રાજસ્થાનના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) પર સૌની નજર રહેશે, જે 404 રન સાથે પાંચમા સ્થાને છે. ગુજરાતના સાઈ સુદર્શન (Sai Sudharsan) અને શુભમન ગિલ (Shubman Gill) પણ આ રેસમાં આગળ વધવા માટે તૈયાર છે.

પર્પલ કેપ: રબાડા અને આર્ચર વચ્ચે કાંટાની ટક્કર

બોલિંગની વાત કરીએ તો પર્પલ કેપ માટે પણ ભારે રસાકસી જોવા મળી રહી છે. કાર્તિક ત્યાગી (Kartik Tyagi) છેલ્લા ચાર મેચમાં આઠ વિકેટ લઈને ઝડપથી ઉપર આવી રહ્યો છે. હાલમાં ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) અને અંશુલ કંબોજ (Anshul Kamboj) 17-17 વિકેટ સાથે મોખરે છે. આજે કગિસો રબાડા (Kagiso Rabada) પાસે નંબર-1 બનવાની સુવર્ણ તક છે, જેમના નામે 16 વિકેટ છે. બીજી તરફ જોફ્રા આર્ચર (Jofra Archer) પણ 15 વિકેટ સાથે રબાડાને પછાડવા માટે મેદાનમાં ઉતરશે.