Gujarat24  /  Business  /  

રેલવે ભરતી 2024: 12 પાસ ઉમેદવારો માટે મોટી તક, આ રીતે કરો અરજી

Railway Recruitment 2024: રેલવે ભરતી બોર્ડે અંડરગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે ખાલી જગ્યાઓ પર રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. આ જગ્યાઓ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો નિયત ફોર્મેટમાં ફોર્મ ભરી શકે છે. તેમને તેમના વિસ્તારની RRBની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને અરજી કરવી પડશે. આ ભરતી અભિયાન હેઠળ લેવલ 2 અને 3ની કુલ 3445 જગ્યાઓ ભરી થવાની છે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

ગ્રેજ્યુએટના પદ માટેની અરજીઓ 14મી સપ્ટેમ્બરથી શરૂ

આ જગ્યા માટે અરજી પ્રક્રિયા 21મી સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂકી છે અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ 20મી ઓક્ટોબર 2024 છે. ઉમેદવારોને આ તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરવાની રહેશે. થોડા સમય પહેલા આરઆરબીએ ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત કરી હતી. ગ્રેજ્યુએટના પદ માટેની અરજીઓ 14મી સપ્ટેમ્બરથી શરૂ થઈ છે, અને આ ભરતી અભિયાન હેઠળ કુલ 8113 જગ્યાઓ ભરવામાં આવશે.

10+2 કેટેગરી માટે 3445 જગ્યા માટે ભરતી કરાશે

10+2 કેટેગરી માટે 3445 જગ્યા માટે ભરતી કરવામાં આવશે. આ રીતે, આ સમગ્ર ભરતી અભિયાન દ્વારા કુલ 11,588 જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. હાલ બંને કેટેગરીની પોસ્ટ્સ માટે અરજી પ્રક્રિયા ચાલુ છે.

અરજી 20મી ઓક્ટોબર 2024ની રાત્રે 11:59 વાગ્યા સુધી સબમિટ કરી શકાય છે. ફી ભરવાની અંતિમ તારીખ 21 અને 22 ઓક્ટોબર 2024 છે. 23મી ઓક્ટોબરથી 1લી નવેમ્બર 2024 સુધી અરજીમાં સુધારો કરવાની વિન્ડો ઉપલબ્ધ રહેશે, જેમાં ઉમેદવારો તેમની અરજીમાં જરૂરી ફેરફાર કરી શકશે.

RRB NTPCની અંડરગ્રેજ્યુએટ ખાલી જગ્યા માટે અરજી કરવા, ઉમેદવારને માન્ય બોર્ડમાંથી 10 + 2 પરીક્ષા પાસ કરવી આવશ્યક છે. આ પદો માટે વય મર્યાદા 18 થી 33 વર્ષ રાખવામાં આવી છે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન હશે, અને ઉમેદવારોએ તેમના વિસ્તારની RRB વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે.

આ રીતે ભરતી કરાશે

આ પદો માટે પસંદગી ઘણી તબક્કાવાર પરીક્ષાઓ પાસ કર્યા બાદ થશે. પ્રથમ CBT 1 પરીક્ષા યોજાશે, અને જેઓ તે પરીક્ષા પાસ કરશે, તેઓ CBT 2 માટે ઉપસ્થિત થશે. તેની પછી, પસંદ કરેલી પોસ્ટ પ્રમાણે ટાઇપિંગ કૌશલ્ય કસોટી અથવા કમ્પ્યુટર આધારિત એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવાશે. આ તબક્કાઓમાં સફળતા મેળવનાર ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે, અને અંતમાં મેડિકલ પરીક્ષણ કરાવવાનું રહેશે.

અરજી કરવા માટે આટલી ફી હશે

આ પોસ્ટ્સ માટે અરજી ફી અંગે વાત કરીએ તો, સામાન્ય વર્ગના ઉમેદવારોને 500 રૂપિયાની ફી ચૂકવવી પડશે, જેણમાંથી 400 રૂપિયા CBT 1માં હાજર થયા પછી પરત કરવામાં આવશે. SC, ST, Ex-SM, PWBD, અને મહિલા ઉમેદવારો માટે ફી 250 રૂપિયા છે, જે CBT 1 પરીક્ષા આપ્યા પછી સંપૂર્ણ રકમ પરત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *