નેશનલ ડેસ્કઃ ઉત્તર પ્રદેશના કુશીનગરમાં નકલી નોટોનો વેપાર કરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે આ ગેંગના 10 લોકોની ધરપકડ કરી છે. જેમાં સમાજવાદી પાર્ટીના લોહિયા વાહિનીના રાષ્ટ્રીય સચિવ રફી ખાન ઉર્ફે બબલુ ગેંગની પણ ધરપકડ કરવામાં આવી છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
સપા નેતા આખી ગેંગને માસ્ટર માઈન્ડ હોવાની શક્યતા
આરોપી સપા નેતા આખી ગેંગને માસ્ટર માઈન્ડ હોવાનું કહેવાય છે. તેમની પાસેથી 5.62 લાખ રૂપિયાની નકલી નોટો, ગેરકાયદેસર પિસ્તોલ અને કારતુસ પણ મળી આવ્યા છે. રફી ખાને નેપાળ-યુપી-બિહાર અને સરહદી વિસ્તારોમાં નકલી નોટોનો ધંધો કર્યો હતો.
આરોપીઓ પાસેથી આ વસ્તુ મળી
નકલી નોટો ઉપરાંત એક લાખ 10 હજાર ભારતીય રૂપિયા, ત્રણ હજાર નેપાળી રૂપિયા, 10 ગેરકાયદેસર પિસ્તોલ, 30 કારતૂસ, 12 ફાયર શેલ, ચાર સૂતળી બોમ્બ, 13 મોબાઈલ ફોન, 26 સિમ કાર્ડ અને 10 નકલી આધાર કાર્ડ મળી આવ્યા હતા. આરોપીઓ પાસેથી 10 એટીએમ કાર્ડ, 8 લેપટોપ અને બે લક્ઝરી વાહનો મળી આવ્યા છે. ગેંગના સભ્યો નકલી નોટો અસલી નોટો સાથે ભેળવીને બજારમાં ફરતા કરતા હતા.