Gujarat24  /  Business  /  

ISROમાં નોકરી કરવાની તક, અલગ-અલગ 63 પોસ્ટ પર થશે ભરતી, જાણો લાયકાત અને પ્રોસેસ

ISRO Recruitment 2025: એન્જિનિયર કે વૈજ્ઞાનિક બનવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન-ISRO દ્વારા વૈજ્ઞાનિક-એન્જિનિયરના ખાલીપદો ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો આ પદો પર ભરતી કરવા માંગતા હોય અને યોગ્યતા ધરાવતા હોય તેઓ સત્તાવાર વેબસાઈટ www.isro.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

કોણ અરજી કરી શકે?
આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવાર પાસે ગેટનો સ્કોરકાર્ડ હોવો જોઈએ. સાથે જ ઉમેદવારે પદાનુસાર, BE, BTech ડિગ્રી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન્સ, 4 મિકેનિકલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરીંગમાં ઓછામાં ઓછા 65 ટકા સાથે કર્યું હોવું જોઈએ. આ સાથે જ અરજી કરતી વખતે ઉમેદવારની લઘુતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 28 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. અનામત શ્રેણીના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ આપવામાં આવશે. ઉમેદવારોએ નોંધ લેવી કે વયગણના 19મી મે, 2025ને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

ભરતીની વિગતો
આ ભરતી દ્વારા ઈસરોમાં વૈજ્ઞાનિક-એન્જિનિયરીંગના કુલ 63 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. પદાનુસાર ભરતીની ટૂંકી વિગતો આ મુજબ છે. વૈજ્ઞાનિક-એન્જિનિયર-SC-ઈલેક્ટ્રોનિક્સ- 22 પોસ્ટ. વૈજ્ઞાનિક-એન્જિનિયર-SC-મિકેનિકલ-33 પોસ્ટ. વૈજ્ઞાનિક-એન્જિનિયર-SC-કમ્પ્યુટર સાયન્સ-08 પોસ્ટ.

અરજી કેવી રીતે કરશો?
આ ભરતીમાં અરજી માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ www.isro.gov.in પર જઈને કરિયર બટન પર ક્લિક કરવું ત્યારબાદ સંબંધિત અરજી લિંક પર ક્લિક કરવું અરજી માટેના પોર્ટલ પર તમારે જે પદ માટે ફોર્મ ભરવું હોય તેના પર ક્લિક કરવું. ત્યારબાદ માંગેલી વિગતો ભરી અરજી ફોર્મ પૂર્ણ કરવું. આખરે નિયત ફી જમા કરીને ફોર્મ સબમિટ કરી દેવું અને સંપૂર્ણ ભરેલા ફોર્મની પ્રિન્ટઆઉટ ભરીને સાચવી રાખવી.