Gujarat24

ગરુડ પુરાણ: મૃત્યુથી યમરાજના દરબાર સુધીની અદ્રશ્ય દુનિયાની સફર

Share On :

Hindu Rituals

Garud Puran: સનાતન ધર્મ (Sanatan Dharma) માં ગરુડ પુરાણ (Garud Puran) નું ખૂબ જ વિશેષ મહત્વ છે, જેને 18 મહાપુરાણોમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ પવિત્ર ગ્રંથમાં મનુષ્યના જન્મ, મૃત્યુ અને ત્યારપછીની અદ્રશ્ય દુનિયાનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે લોકોના મનમાં પ્રશ્ન થતો હોય છે કે મૃત્યુ પછી આત્મા યમલોક (Yamlok) કેવી રીતે પહોંચે છે અને આ સફર કેટલી લાંબી હોય છે? ગરુડ પુરાણ અનુસાર, મૃત્યુ પછી આત્મા સીધી યમરાજ (Yamraj) ના દરબારમાં નથી પહોંચતી, પરંતુ તેણે 47 દિવસની અત્યંત કઠિન અને લાંબી યાત્રા ખેડવી પડે છે.

મૃત્યુ પછીના પ્રથમ24 કલાક અને 13 દિવસનું રહસ્ય
જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે યમરાજના બે દૂતો (Yamdoot) તેની આત્માને લેવા માટે આવે છે. યમદૂતો આત્માને યમલોક લઈ જાય છે અને માત્ર 24 કલાક ત્યાં રાખે છે. આ સમય દરમિયાન આત્માને તેના જીવનકાળ દરમિયાન કરેલા સારા અને ખરાબ કર્મોની એક ઝલક બતાવવામાં આવે છે. કર્મોનો હિસાબ-કિતાબ જોયા પછી, યમદૂતો તે આત્માને ફરીથી તે જ ઘરે લાવીને છોડી દે છે જ્યાં તેનું મૃત્યુ થયું હતું. ગરુડ પુરાણ અનુસાર, મૃત્યુ પછીના શરૂઆતના 13 દિવસ સુધી આત્મા પોતાના પરિવારની વચ્ચે જ રહે છે.

86 હજાર યોજન લાંબો અને ભયાનક રસ્તો
હિન્દુ ધર્મ (Hindu Dharma) ની પરંપરા મુજબ મૃત્યુ પછી 13 દિવસ સુધી પિંડદાન (Pind Daan) અને શ્રાદ્ધ (Shraddh) ની વિધિ કરવામાં આવે છે. આ વિધિ પાછળનું મુખ્ય કારણ એ છે કે પિંડદાનમાંથી મળતા ભોજન અને પાણીની ઉર્જાથી આત્મા આગળની મુશ્કેલ સફર શરૂ કરી શકે. તેરમાની વિધિ પૂર્ણ થયા પછી આત્માની અસલી અને ડરામણી યાત્રા શરૂ થાય છે. યમલોક સુધી પહોંચવાનો આ રસ્તો આશરે 86 હજાર યોજન (Yojan) લાંબો છે, જે સંપૂર્ણપણે સુમસામ અને ભયાનક જંગલોથી ઘેરાયેલો છે.

વૈતરીણી નદીનો સૌથી મોટો પડકાર
આ લાંબી સફર દરમિયાન આત્માને ક્યાંય આરામ મળતો નથી કે પાણીનું એક ટીપું પણ મળતું નથી. યમદૂતો આત્માને દોરડાથી બાંધીને ઘસડીને આગળ લઈ જાય છે, જેના કારણે આત્મા ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ જાય છે. આ સમયે પૃથ્વી પર પરિવાર દ્વારા કરાયેલું પિંડદાન જ તેની એકમાત્ર શક્તિ બને છે. આ માર્ગમાં સૌથી ભયાનક વૈતરીણી નદી (Vaitarni River) આવે છે, જેમાં લોહી, પરુ, હાડકાં અને સડેલું માંસ વહે છે. પાપી આત્માઓ આ નદી જોઈને ધ્રૂજી ઊઠે છે, જ્યારે પુણ્યશાળી આત્માઓ તેને સરળતાથી પાર કરી લે છે. આ તમામ કષ્ટો વેઠ્યા પછી, 47દિવસની યાત્રાના અંતે આત્મા યમરાજના મુખ્ય દરબારમાં પહોંચે છે.