Hariprakashdasji Swami Sarangpur: અમેરિકા (America) ના મિઝોરી (Missouri) રાજ્યના સત્તાવાર કેપિટલ (Capital) ખાતે ભારત અને સનાતન સંસ્કૃતિનું ગૌરવ વધારતી એક ઐતિહાસિક ઘટના સામે આવી છે. વિશ્વપ્રસિદ્ધ સાળંગપુર ધામ (Sarangpur Dham) ના મુખ્ય પ્રેરણાસ્ત્રોત અને અગ્રણી આધ્યાત્મિક સંત પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામી (Pujya Hariprakashdasji Swami) નું અમેરિકાની ધરતી પર ભવ્ય બહુમાન કરવામાં આવ્યું છે. મિઝોરી (Missouri) રાજ્યના સ્ટેટ ટ્રેઝરર (State Treasurer) એટલે કે રાજ્યના નાણાપ્રધાન વિવેક મલેક (Vivek Malek) દ્વારા 5 જૂન 2026 (5 June 2026) ના રોજ એક વિશેષ સત્તાવાર જાહેરનામું (Declaration) બહાર પાડીને સ્વામીજીની વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક સેવાઓને બિરદાવવામાં આવી છે. આ ઉચ્ચ સ્તરીય સરકારી દસ્તાવેજમાં પૂજ્ય સ્વામીજીને “વૈશ્વિક શાંતિ અને માનવતાના દૂત” (Global Messenger of Peace and Humanity) તરીકે સંબોધિત કરાયા છે.
રોજ 25,000થી વધુ લોકોને ભોજન: અન્નક્ષેત્ર અને નેતૃત્વની વૈશ્વિક સરાહના
અમેરિકી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સન્માન પત્રમાં સાળંગપુર (Sarangpur) સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર (Shree Kashtbhanjan Dev Hanumanji Temple) ના વિકાસ પાછળ રહેલા સ્વામીજીના દૂરંદેશી નેતૃત્વનો વિશેષ સ્વીકાર કરવામાં આવ્યો છે. આ સરકારી ઘોષણાપત્રમાં નોંધવામાં આવ્યું છે કે, સાળંગપુર મંદિરના વિશાળ રસોડા દ્વારા દરરોજ 25,000 થી વધુ લોકોને વિનામૂલ્યે, પૌષ્ટિક અને પવિત્ર પ્રસાદ પૂરો પાડવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે સુનિશ્ચિત કરતી આ વિશાળ માનવતાવાદી સેવાની અમેરિકાના સરકારી ગલિયારાઓમાં મુક્તમને પ્રશંસા કરવામાં આવી છે.
1,00,000થી વધુ યુવાનોને વ્યસનમુક્તિ અને નૈતિકતાના માર્ગે વાળ્યા
પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામી (Pujya Hariprakashdasji Swami) દ્વારા સામાજિક ઉત્થાન અને ખાસ કરીને યુવાધન માટે કરવામાં આવેલા કાર્યોની સન્માન પત્રમાં વિગતવાર નોંધ લેવાઈ છે. સ્વામીજીએ પોતાના પ્રેરણાદાયી પ્રવચનો, વ્યક્તિગત સંવાદો અને વિવિધ શિબિરો દ્વારા 1,00,000 થી વધુ યુવાનોને સનાતન સંસ્કૃતિ સાથે જોડીને તેમને નૈતિક મૂલ્યો, વ્યસનમુક્તિ અને આત્મ-શિસ્તના માર્ગે વાળ્યા છે. ભટકેલા યુવાનોને સાચી દિશા આપવાનું આ ભગીરથ કાર્ય વૈશ્વિક સ્તરે સમાજ નિર્માણમાં મોટો ફાળો આપી રહ્યું છે.
આપત્તિ વ્યવસ્થાપન અને સામાજિક કલ્યાણના કાર્યોને સ્ટેટ ટ્રેઝરરના પ્રણામ
મિઝોરી (Missouri) ના સ્ટેટ ટ્રેઝરર વિવેક મલેકે (Vivek Malek) સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે, તેઓ પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામીના સાંસ્કૃતિક વિવિધતા, સામાજિક જોડાણ, વૈશ્વિક નેતૃત્વ અને આધ્યાત્મિક ઉત્થાનના કાર્યોને આદરપૂર્વક પ્રણામ કરે છે. સ્વામીજી દ્વારા ફેલાવવામાં આવતો સર્વધર્મ સંભાવ અને પરસ્પર આદરનો સંદેશ તેમજ પર્યાવરણ સંરક્ષણ, શૈક્ષણિક સહાય અને કુદરતી આફતો વખતે કરવામાં આવતી આપત્તિ વ્યવસ્થાપન (Relief Work) ની કામગીરીથી સમાજમાં મોટું સકારાત્મક પરિવર્તન આવ્યું છે. સાળંગપુરથી શરૂ થયેલી આ સેવાની સુવાસ સાત સમંદર પાર અમેરિકા સુધી પહોંચવી એ સમગ્ર ભારત દેશ માટે એક અત્યંત ગૌરવની ક્ષણ છે.













