Gujarat24

પીએમ માતૃત્વ વંદના યોજના 2026: દીકરીના જન્મ પર મળશે ₹6,000ની વિશેષ સહાય!

Share On :

Maternity Benefit India

PMMVY Scheme: કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા દેશમાં ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકોના સ્વાસ્થ્ય અને પોષણના સ્તરમાં સુધારો કરવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ પૈકીની એક અત્યંત મહત્વપૂર્ણ અને લોકપ્રિય યોજના એટલે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના (Pradhan Mantri Matru Vandana Yojana – PMMVY). આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જેથી તેઓ ગર્ભાવસ્થા દરમિયાન પોતાના સ્વાસ્થ્ય અને પોષણનું પૂરતું ધ્યાન રાખી શકે.

પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના એ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (Ministry of Women and Child Development) દ્વારા સંચાલિત એક સરકારી યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગર્ભાવસ્થા અને બાળકના જન્મ દરમિયાન મહિલાઓને મજૂરી કે આવકમાં થતા નુકસાનની ભરપાઈ કરવાનો અને આર્થિક મદદ આપવાનો છે. આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાની ઉંમર ઓછામાં ઓછી 19 વર્ષ હોવી જરૂરી છે.

મળવાપાત્ર આર્થિક સહાયની વિગત આ યોજના અંતર્ગત પ્રથમ બાળકના જન્મ પર ₹5,000ની સહાય બે હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. પ્રથમ હપ્તો મેળવવા માટે ગર્ભાવસ્થાની વહેલી નોંધણી કરાવી અંતિમ માસિક ધર્મ (LMP)ની તારીખથી 6 મહિનાની અંદર ઓછામાં ઓછી એક પ્રારોંભિક તપાસ (ANC) આંગણવાડી કેન્દ્ર (Anganwadi Centre) અથવા સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર પર કરાવવી અનિવાર્ય છે, ત્યારબાદ ₹3,000 મળે છે. બાળકના જન્મની નોંધણી અને 14 અઠવાડિયા સુધીના તમામ ફરજિયાત રસીકરણ બાદ ₹2,000નો બીજો હપ્તો મળે છે. આ ઉપરાંત, સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ કરાવવા પર જનની સુરક્ષા યોજના (Janani Suraksha Yojana – JSY)નો લાભ પણ મળે છે, જેથી કુલ સહાય ₹6,000 સુધી થઈ જાય છે. જો બીજું બાળક પુત્રી (દીકરી) તરીકે જન્મે, તો સરકાર દ્વારા ₹6,000ની વધારાની વિશેષ સહાય આપવામાં આવે છે.

કોણ અરજી કરી શકે છે? અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), 40% કે તેથી વધુ દિવ્યાંગ મહિલાઓ, બીપીએલ (BPL) રેશનકાર્ડ ધારકો, ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card) ધારકો, પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) સાથે જોડાયેલી મહિલા ખેડૂતો, મનરેગા (MGNREGA) જોબકાર્ડ ધારકો અને જેમના પરિવારની વાર્ષિક આવક ₹8 લાખથી ઓછી છે તેઓ આ યોજના માટે પાત્ર છે. આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા (ASHA) વર્કર્સ પણ આનો લાભ લઈ શકે છે. જોકે, સરકારી નોકરી કરતી કે અન્ય યોજના હેઠળ માતૃત્વ લાભ મેળવતી મહિલાઓ આ માટે પાત્ર નથી.

ઓનલાઈન અરજી કરવાની સરળ પ્રક્રિયા યોજનાનો લાભ લેવા માટે PMMVYની સત્તાવાર વેબસાઈટ પર જઈ ‘Citizen Login’ પર ક્લિક કરો. તમારા મોબાઈલ નંબર દ્વારા ઓટીપી (OTP) વેરિફિકેશન કરી એકાઉન્ટ બનાવો. ત્યારબાદ ‘Beneficiary Registration’ ફોર્મમાં જરૂરી વ્યક્તિગત વિગતો, આધાર કાર્ડ (Aadhaar Card), બેંક ખાતાની વિગતો અને એમસીપી કાર્ડ (MCP Card) અપલોડ કરી ફોર્મ સબમિટ કરો. કોઈપણ સમસ્યા માટે હેલ્પલાઈન નંબર (Helpline Number) 011-23380329 પર સંપર્ક કરી શકાય છે.