LPG new rules 2026: દેશમાં 1 જૂનથી રસોઈ ગેસને લઈને એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. એશિયા સંકટ અને ગેસના દુરુપયોગને રોકવા માટે સરકાર દ્વારા આકરા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જો તમારી પાસે પણ ઘરેલુ ગેસ સિલિન્ડર છે, તો આ નિયમો જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે, નહીંતર તમારું કનેક્શન પણ કેન્સલ થઈ શકે છે.
PNG અને LPG બંને કનેક્શન રાખવા પર પ્રતિબંધ
હાલના દિવસોમાં દેશમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)નું નેટવર્ક ઝડપથી વધી રહ્યું છે. માર્ચ મહિના સુધીમાં જ 6.5 લાખ નવા પીએનજી કનેક્શન આપવામાં આવ્યા છે, પરંતુ તે છતાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડરનો વપરાશ ઘટવાનું નામ નથી લઈ રહ્યો. સરકારના આંકડા મુજબ, પીએનજીની સપ્લાયમાં 18 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે દર્શાવે છે કે લોકો પીએનજી કનેક્શન લીધા પછી પણ જૂનું એલપીજી સિલિન્ડર સરેન્ડર નથી કરી રહ્યા.
છેલ્લા દાયકામાં એલપીજી ગ્રાહકોની સંખ્યા બમણી થઈને 33.5 કરોડ થઈ ગઈ છે, જ્યારે પીએનજી યુઝર્સની સંખ્યા માત્ર 1.64 કરોડ છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે તેલ વિતરણ કંપનીઓ એટલે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ (OMCs) એ હવે ડિજિટલ ડેટાબેઝ તૈયાર કર્યો છે, જેનાથી એક જ સરનામે બંને કનેક્શન ધરાવતા પરિવારોની ઓળખ સરળતાથી થઈ જશે.
3૦ દિવસમાં સરેન્ડર કરવું પડશે કનેક્શન
સરકારના સુધારેલા નિયમો અનુસાર, જે વિસ્તારોમાં પીએનજીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure) ઉપલબ્ધ છે, ત્યાં રહેતા પરિવારોએ પીએનજી કનેક્શન મળ્યાના 3૦ દિવસની અંદર પોતાનું એલપીજી કનેક્શન બંધ અથવા સરેન્ડર કરવું પડશે. જો નિયત સમયમાં આ પ્રક્રિયા પૂરી નહીં કરવામાં આવે, તો એલપીજી સપ્લાય આપોઆપ બંધ કરી દેવામાં આવશે. જોકે, ગ્રાહકોને કનેક્શન ટ્રાન્સફર (LPG Connection Transfer) કરવાની પણ સુવિધા મળશે. જો કોઈ પરિવાર ભવિષ્યમાં એવા વિસ્તારમાં શિફ્ટ થાય છે જ્યાં પીએનજી નથી, તો તેઓ પોતાનું એલપીજી કનેક્શન ફરીથી એક્ટિવ કરાવી શકશે.
સિલિન્ડર બુકિંગ અને રિફિલિંગના નિયમો થયા કડક
નવા નિયમો મુજબ, પીએનજી લાઇનવાળા વિસ્તારોમાં રહેતા ગ્રાહકો હવેથી ઘરેલુ એલપીજી સિલિન્ડર બુક કે રિફિલ કરાવી શકશે નહીં. આ ઉપરાંત, ગેસની અછત અને કાળાબજારી રોકવા માટે સિલિન્ડર બુકિંગના દિવસોમાં ફેરફાર કરાયો છે. શહેરી વિસ્તારો માટે રિફિલિંગનો લોક-ઇન પિરિયડ 21 દિવસથી વધારીને 2block5દિવસ અને ગ્રામીણ ગ્રાહકો માટે 45 દિવસનો કરવામાં આવ્યો છે.
પરિવારોને વાર્ષિક માત્ર 12 સબસિડી વાળા સિલિન્ડર મળવાનું ચાલુ રહેશે. જો તેનાથી વધુ સિલિન્ડરની જરૂર પડશે, તો ગ્રાહકોએ માર્કેટ વેલ્યુ એટલે કે બજાર કિંમત ચૂકવવી પડશે. આ ઉપરાંત નવું કનેક્શન લેવા માટે રેગ્યુલેટર, પાઇપ અને ઇન્સ્ટોલેશન ચાર્જ સહિતની ડિપોઝિટની રકમમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. પીએનજી કનેક્શનના વિસ્તરણ માટેની અંતિમ તારીખ 3૦ જૂન સુધી લંબાવવામાં આવી છે.













