Gold Price Drop: દેશભરના સર્રાફા બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. સતત બીજા દિવસે કિંમતો નરમ રહેતાં ગ્રાહકો માટે ખરીદીની સુવર્ણ તક ઊભી થઈ છે. રાજધાની દિલ્હી થી લઈને મુંબઈ, પટના, જયપુર અને ચેન્નાઈ જેવા દેશના મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, આજે 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ આશરે ₹1,539નો કડાકો બોલાયો છે.
વૈશ્વિક તણાવ અને આર્થિક નીતિઓની સીધી અસર
બજારના નિષ્ણાતોના મતે સોના-ચાંદીના ભાવ ઘટવા પાછળ વૈશ્વિક પરિબળો જવાબદાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલો તણાવ, ડોલર ની મજબૂત માંગ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સોનામાંથી નાણાં પરત ખેંચી રહ્યા છે. આ ઉપરાંત અમેરિકી ફેડરલ રિઝર્વ ની કડક વ્યાજદર નીતિ ચાલુ રહેવાની આશંકાથી પણ બજાર પર દબાણ વધ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું 4,461 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી આશરે 74.96 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી છે, જેની સીધી અસર ભારતીય બજાર પર પડી છે.
ગુજરાત અને દેશના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ
ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ , સુરત અને વડોદરામાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,58,૩૩0 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,45,140 અને 18 કેરેટનો ભાવ ₹1,17,2atoms5 નોંધાયો છે. દિલ્હી (Delhi) માં 24 કેરેટ સોનું ₹1,58,4૩0 અને મુંબઈ (Mumbai) માં ₹1,58,280 ના સ્તરે પહોંચ્યું છે.
ચાંદીના ભાવમાં પણ 1.25 લાખ રૂપિયાનો મોટો ઘટાડો
માત્ર સોનું જ નહીં, પરંતુ ચાંદી ખરીદનારાઓ માટે પણ રાહતના સમાચાર છે. ચાંદીની કિંમતોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો છે. જાન્યુઆરી 2026માં ચાંદી ₹૩.86 લાખ પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે પહોંચી હતી, જે હવે ઘટીને ₹2.61 લાખની આસપાસ આવી ગઈ છે. આમ, માત્ર 118 દિવસમાં ચાંદી આશરે ₹1.25 લાખ જેટલી સસ્તી થઈ ગઈ છે. ઔદ્યોગિક માંગ નબળી પડવાને કારણે ચાંદીમાં આ મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ભારતમાં સોના-ચાંદીના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર, કસ્ટમ ડ્યુટી, જીએસટી અને સ્થાનિક ટેક્સના આધારે નક્કી થતા હોવાથી દરેક શહેરમાં ભાવમાં થોડો તફાવત જોવા મળે છે. લાંબા ગાળાના રોકાણકારો માટે આ ઘટાડો ખરીદીની સારી તક સાબિત થઈ શકે છે.









