Ketu Magha Nakshatra Transit: જ્યોતિષશાસ્ત્રમાં કેતુ ગ્રહને અત્યંત રહસ્યમય, પ્રભાવશાળી અને અચાનક બનતી ઘટનાઓના કારક તરીકે જોવામાં આવે છે. હાલમાં કેતુ મઘા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યા છે. વર્ષ 2026 ના મહત્વના જ્યોતિષીય ફેરફાર અંતર્ગત કેતુ 29 મે 2026 ના રોજ મઘા નક્ષત્રના ત્રીજા ચરણમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. કેતુની આ સ્થિતિ આગામી 1 ઓગસ્ટ 2026 સુધી યથાવત રહેશે. જ્યોતિષીઓના મતે કેતુનું આ નક્ષત્ર પરિવર્તન માનવ જીવનમાં ઘણા અણધાર્યા અને મોટા બદલાવો લાવી શકે છે.
અશુભ ગણાતો કેતુ આપશે શુભ પરિણામો
સામાન્ય રીતે વૈદિક જ્યોતિષમાં કેતુ ને પાપ ગ્રહ માનવામાં આવે છે, પરંતુ તે હંમેશા નકારાત્મક કે ખરાબ પરિણામો જ આપે તેવું નથી. ઘણી વખત કેતુના વિશેષ ગોચર અને નક્ષત્ર પરિવર્તનને કારણે જાતકોના જીવનમાં અત્યંત સકારાત્મક અને પ્રગતિશીલ પરિવર્તનો પણ જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન કેટલીક ચોક્કસ રાશિના જાતકોને આર્થિક મોરચે મોટી રાહત મળી શકે છે, તેમજ લાંબા સમયથી અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થઈ શકે છે. મુખ્યત્વે 5 રાશિઓ માટે આ સમયગાળો ગોલ્ડન પિરિયડ સાબિત થઈ શકે છે.
મેષ અને મિથુન રાશિ પર કેતુનો પ્રભાવ
મેષ રાશિ (Aries): આ સમયગાળા દરમિયાન મેષ રાશિના જાતકો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે, ખાસ કરીને વ્યાપાર-ધંધામાં સારો નફો મળી શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને સમાજમાં કે કાર્યક્ષેત્રમાં લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે. નોકરીયાત વર્ગને નવી જવાબદારીઓ મળી શકે છે. જોકે, આવકની સાથે ખર્ચમાં પણ વધારો થવાની સંભાવના હોવાથી બજેટ જાળવવું જરૂરી રહેશે.
મિથુન રાશિ (Gemini): મિથુન રાશિના લોકો માટે આ નક્ષત્ર પરિવર્તન માનસિક અને શારીરિક રાહત લાવશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને જૂની બીમારીઓથી છુટકારો મળશે. અચાનક ધનલાભ થવાના મજબૂત સંકેતો છે, જેનાથી આર્થિક સ્થિતિ સુધરશે.
સિંહ, તુલા અને ધનુ રાશિના જાતકોની પલટાશે કિસ્મત
સિંહ રાશિ (Leo): સિંહ રાશિના જાતકોને આ ગોચર દરમિયાન ભાગ્યનો પૂરો સાથ મળશે. પ્રોપર્ટી, નવું વાહન કે મકાન ખરીદવા સંબંધિત સારા સમાચાર મળી શકે છે. અટકેલા કામો મિત્રોના સહયોગથી પૂરા થશે અને પ્રવાસના યોગ બનશે.
તુલા રાશિ (Libra): તુલા રાશિના લોકો માટે આ સમય આર્થિક રીતે અત્યંત ફાયદાકારક રહેશે. ભૂતકાળમાં કરેલા રોકાણમાંથી સારો નફો મળી શકે છે. નોકરીમાં પ્રમોશન કે પગાર વધારાની સંભાવના છે, પરંતુ આરોગ્ય બાબતે સાવધાની રાખવી હિતાવહ છે.
ધનુ રાશિ (Sagittarius): ધનુ રાશિના જાતકો માટે આ સમય સ્થિરતા અને રાહત લઈને આવશે. કાર્યમાં આવતી અડચણો દૂર થશે, ફસાયેલા નાણાં પરત મળશે અને પરિવાર સાથે આનંદદાયક સમય પસાર થશે.









