Gujarat24

કોંગ્રેસ, BJP કે CJP… સોશિયલ મીડિયા પર કોણ છે અસલી ‘બોસ’? દર મિનિટે વધી રહ્યા છે ફોલોઅર્સ

Share On :

Social Media Trend

Cockroach Janata Party: આજકાલ સોશિયલ મીડિયા પર એક નવો ટ્રેન્ડ ધૂમ મચાવી રહ્યો છે અને તે છે ‘કોકરોચ જનતા પાર્ટી’. ઇન્ટરનેટ પર આ નામ એટલી ઝડપથી વાયરલ થઈ રહ્યું છે કે તેની લોકપ્રિયતાએ ભારતના સ્થાપિત અને દિગ્ગજ રાજકીય પક્ષોને પણ પાછળ છોડી દીધા છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા જે રીતે વધી રહી છે, તે જોઈને સોશિયલ મીડિયાના વિશ્લેષકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ કોઈ વાસ્તવિક ચૂંટણી લડતો પક્ષ નથી, પરંતુ એક વ્યંગાત્મક અને મજાકિયો સોશિયલ મીડિયા પ્રોજેક્ટ છે.

ફોલોઅર્સની રેસમાં ભાજપ અને કોંગ્રેસ પણ પાછળ
જો આંકડાઓની સરખામણી કરવામાં આવે તો, ઇન્સ્ટાગ્રામ પર ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના ફોલોઅર્સની સંખ્યા 15.4 મિલિયન (15.4 Million) સુધી પહોંચી ગઈ છે. આ આંકડો ભારતના મુખ્ય રાજકીય પક્ષો કરતાં ઘણો વધારે છે. ઉદાહરણ તરીકે, દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસ (Congress) ના ઇન્સ્ટાગ્રામ પર 13.3 મિલિયન (13.3 Million) ફોલોઅર્સ છે, જ્યારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party – BJP) માત્ર 8.8 મિલિયન (8.8 Million) ફોલોઅર્સ સાથે ત્રીજા સ્થાને છે. આ સિવાય આમ આદમી પાર્ટી (Aam Aadmi Party – AAP) ના 1.9 મિલિયન, સમાજવાદી પાર્ટી (Samajwadi Party) ના 8.7લાખ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના 5.37 લાખ અને જેડીયુ (JDU) ના 4.26 લાખ ફોલોઅર્સ છે.

બોલિવૂડ સેલિબ્રિટીઝમાં ભારે ક્રેઝ
આ પેજની લોકપ્રિયતા માત્ર સામાન્ય જનતા પૂરતી મર્યાદિત નથી, પરંતુ બોલિવૂડ અને મનોરંજન જગતની અનેક જાણીતી હસ્તીઓ પણ તેને ફોલો કરી રહી છે. જેમાં દીયા મિર્ઝા , કોંકણા સેન શર્મા, પ્રકાશ રાજ , ઈશા ગુપ્તા, ફાતિમા સના શેખ, ઉર્ફી જાવેદ , શફાક નાઝ, શીઝાન ખાન, કુણાલ કામરા, હિમાંશુ ખુરાના અને જાણીતા ડાયરેક્ટર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) જેવી સેલિબ્રિટીઝનો સમાવેશ થાય છે. આ હસ્તીઓના જોડાણથી પેજની પહોંચ વધુ મજબૂત બની છે.

એક્સ (ટ્વિટર) એકાઉન્ટ પર પ્રતિબંધ અને વિવાદ
એક તરફ જ્યાં ઇન્સ્ટાગ્રામ પર આ પેજ સફળતાના શિખરો સર કરી રહ્યું છે, બીજી તરફ તેને વિવાદોનો પણ સામનો કરવો પડ્યો છે. આ વ્યંગાત્મક રાજકીય સંગઠનનું સત્તાવાર ટ્વિટર અથવા એક્સ (X) એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત (Banned) કરી દેવામાં આવ્યું છે. આ વાતની પુષ્ટિ ખુદ ‘સીજેપી’ ના સ્થાપક અભિજીત દિપકે કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું કે, “જેવી અપેક્ષા હતી તેમ, કોકરોચ જનતા પાર્ટીનું એકાઉન્ટ ભારતમાં રોકી દેવામાં આવ્યું છે.”

શું છે આ ‘CJP’ ની અસલી કહાની?
ઘણા લોકો મૂંઝવણમાં છે કે આખરે કોકરોચ જનતા પાર્ટી છે શું? વાસ્તવમાં આ કોઈ ગંભીર રાજકીય આંદોલન નથી પરંતુ વર્તમાન રાજકારણ પર કટાક્ષ કરતું એક વ્યંગાત્મક પેજ છે. તેને થોડા દિવસો પહેલા જ અભિજીત દિપકે દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. પેજ પરથી રાજકારણીઓ અને વર્તમાન પ્રવાહો પર રમુજી પોસ્ટ શેર કરવામાં આવે છે. આ પેજ જે ઝડપે વધી રહ્યું છે તે દર્શાવે છે કે આજના ડિજિટલ યુગમાં યુવાનો ગંભીર રાજકારણ કરતા મનોરંજક અને કટાક્ષયુક્ત કન્ટેન્ટ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે.