Gujarat24

પીએમની અપીલ બાદ પહેલ: ઈંધણ બચાવવા CM ભૂપેન્દ્ર પટેલ માત્ર 5 ગાડીઓના કાફલા સાથે રાજુલા પહોંચ્યા

Share On :

Amreli News: વડાપ્રધાનની ઈંધણ બચતની અપીલને ઝીલી લઈને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાદગીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમરેલી જિલ્લાના રાજુલા ખાતે “મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર”ના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી પોતાના સુરક્ષા કાફલામાં મોટો ઘટાડો કરીને માત્ર ૫ ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા હતા. તેમણે VVIP કલ્ચર છોડીને એક સામાન્ય નાગરિકની જેમ પ્રવાસ ખેડીને ઈંધણ બચાવવાના સંકલ્પને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે.

મુખ્યમંત્રીના આ નિર્ણયથી વહીવટી તંત્ર અને સામાન્ય જનતાને એક અત્યંત પ્રેરણાદાયી સંદેશ મળ્યો છે. ઓછા વાહનો સાથે પ્રવાસ કરવાની તેમની આ સકારાત્મક પહેલને કારણે ઉપસ્થિત કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોમાં તેમના પ્રત્યે ભારે આદરની લાગણી જોવા મળી હતી. મુખ્યમંત્રીનું આ કદમ અન્ય નેતાઓ અને અધિકારીઓ માટે પણ રાષ્ટ્રહિતમાં ઈંધણ બચાવવાની દિશામાં એક માર્ગદર્શક બની રહેશે.