Gujarat24

‘એનિમલ’ના આગામી ભાગોમાં જોવા મળશે નવા ખલનાયકો: રણબીર કપૂર સામે ટકરાશે નવા પાવરફુલ વિલન

Share On :

Animal 3 Confirmed: રણબીર કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘એનિમલ’ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મના બીજા ભાગ ‘એનિમલ પાર્ક’ પર હજુ કામ ચાલી રહ્યું છે, ત્યાં જ નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાએ તેના ત્રીજા ભાગનું આયોજન પણ શરૂ કરી દીધું છે.

મૂળ પ્લાન બે ભાગનો જ હતો
સંદીપ રેડ્ડી વાંગાના મૂળ કન્સેપ્ટ મુજબ, આ ફિલ્મ માત્ર બે ભાગમાં જ બનાવવાની હતી. જોકે, બીજા ભાગની સ્ક્રિપ્ટ પર કામ કરતી વખતે નિર્દેશકને ખ્યાલ આવ્યો કે આ વાર્તાને હજુ ત્રીજા ભાગ સુધી લંબાવી શકાય તેમ છે. હાલમાં બીજા ભાગની સ્ક્રિપ્ટ લખાઈ રહી છે.

રણબીર કપૂર રહેશે ફિક્સ, વિલન બદલાશે
સંદીપ રેડ્ડી વાંગાની બ્લોકબસ્ટર ફિલ્મ ‘એનિમલ’ની પ્રચંડ સફળતા બાદ હવે આ ફ્રેન્ચાઈઝીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રણબીર કપૂરના ચાહકો માટે ખુશીના સમાચાર એ છે કે, આ સિરીઝના આગામી તમામ ભાગોમાં રણબીર કપૂર જ મુખ્ય અભિનેતા તરીકે પોતાની ભૂમિકા જાળવી રાખશે. જોકે, ફિલ્મમાં એક મોટો ફેરફાર જોવા મળશે, જેમાં વાર્તાની જરૂરિયાત મુજબ દરેક ભાગમાં નવા અને શક્તિશાળી ખલનાયકોની એન્ટ્રી થશે.

હાલમાં પ્રેક્ષકો ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે મેકર્સ દ્વારા ત્રીજા ભાગની તૈયારીઓના સંકેત મળતા જ સિને જગતમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે. ‘એનિમલ’માં રણબીરના પાત્રએ જે રીતે દર્શકો પર જાદુ ચલાવ્યો હતો, તેને જોતા નિર્માતાઓએ ત્રણેય ભાગમાં તેને ‘ફિક્સ’ રાખવાનો નિર્ણય કર્યો છે, જ્યારે દરેક નવા ભાગમાં બદલાતા વિલન વાર્તામાં નવો વળાંક અને રોમાંચ લાવશે.