Gujarat24

કંડલા પોર્ટ ખાતે ભારતનો પ્રથમ પોર્ટ-આધારિત 5 મેગાવોટનો ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ શરૂ થશે

Share On :

Kandla Port News : ભારત સરકારની ‘સાગરમાલા’ યોજના હેઠળ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા, કંડલા સ્થિત દીનદયાલ પોર્ટ પર પાંચ મેગાવોટની ક્ષમતા ધરાવતો ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટ ભારતનો કોઈ મોટા પોર્ટ પર સ્થાપવામાં આવનારો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ છે.

વર્ષે 8650 ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન
આ પ્રોજેક્ટ કાર્યરત થયા બાદ દર વર્ષે અંદાજે 8650 ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન થવાની ધારણા છે. ભવિષ્યમાં આ પ્લાન્ટની ક્ષમતા વધારીને 10 મેગાવોટ સુધી કરવાનું પણ આયોજન છે. આ પહેલથી પોર્ટની કામગીરીમાં સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ વધશે અને દીનદયાલ પોર્ટ ‘મેરિટાઈમ ડિકાર્બોનાઈઝેશન’ ક્ષેત્રે અગ્રણી બનશે.

મહત્ત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર
આ પ્રોજેક્ટ માટે ઓસવાલ એનર્જીઝ લિમિટેડ અને ગ્રીન્ઝો એનર્જી ઈન્ડિયા લિમિટેડના સંયુક્ત સાહસને ડિઝાઈન, સપ્લાય અને ઇન્સ્ટોલેશનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. 28 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીધામ ખાતે આ કરાર પર સત્તાવાર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમાર સિંહ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.