Footballer Leg Insurance: ફૂટબોલની રમતમાં એક શાનદાર કિક, સચોટ પાસ કે અદ્ભુત ડ્રિબલિંગ આખી મેચનો પાસો પલટી નાખે છે. (FIFA World Cup) ફિફા વર્લ્ડ કપ જેવી વૈશ્વિક સ્પર્ધાઓમાં ખેલાડીઓનું આ આકર્ષક પ્રદર્શન તેમના સૌથી મોટા શસ્ત્ર એટલે કે તેમના પગ પર નિર્ભર કરે છે. જેમ એક યોદ્ધા માટે તલવાર કે સૈનિક માટે રાઇફલ સૌથી મહત્વનું હથિયાર છે, તેમ ફૂટબોલર માટે તેના પગ તેનું સર્વસ્વ છે. ખેલાડીના શરીરના આ હિસ્સામાં લાગેલી એક નાની ઈજા પણ તેની આખી કારકિર્દી (Career) પર મોટો ખતરો ઉભો કરી શકે છે.
ખેલાડીના પગ: કરોડો રૂપિયાની ચાલતી-ફરતી મૂડી
આજના સમયમાં ફૂટબોલ માત્ર એક રમત નથી રહી પરંતુ એક બહુ મોટો વૈશ્વિક ઉદ્યોગ બની ચૂકી છે. ફૂટબોલ ક્લબ (Club), વૈશ્વિક જાહેરાતો અને મોટા સ્પોન્સર્સ (Sponsors) દ્વારા ખેલાડીઓ કરોડો રૂપિયાની કમાણી કરે છે અને તેની ગણતરી દુનિયાની સૌથી અમીર રમતોમાં થાય છે. જો કોઈ સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો માત્ર તેની જ વ્યક્તિગત કમાણી પ્રભાવિત નથી થતી, પરંતુ તેની સાથે જોડાયેલી કંપનીઓ અને બ્રાન્ડ્સના આર્થિક હિતોને પણ મોટું નુકસાન સહન કરવું પડે છે. તેથી જ ખેલાડીઓના પગને ચાલતી-ફરતી કરોડોની મૂડી ગણવામાં આવે છે.
એક ઈજા અને કારકિર્દી પર પૂર્ણવિરામનો ખતરો
ફૂટબોલ અત્યંત આક્રમક, ઝડપી અને શારીરિક ક્ષમતા માંગી લેતી રમત છે. 90મિનિટની મેચ દરમિયાન ખેલાડીઓએ પૂરી ઉર્જા સાથે સતત દોડવું અને વિરોધીઓ સામે ટકરાવું પડે છે. ભૂતકાળમાં માર્કો વેન બાસ્ટન (Marco van Basten) અને આબુ દીઆબી (Abou Diaby) જેવા અનેક મહાન અને પ્રતિભાશાળી ખેલાડીઓની સફર મેદાન પર થયેલા ઘાતક ફાઉલ (Foul) અને ગંભીર ઈજાઓના કારણે સમય પહેલાં જ ખતમ થઈ ગઈ હતી. આ પ્રકારના આર્થિક અને વ્યાવસાયિક જોખમોથી બચવા માટે બોડી પાર્ટ ઈન્સ્યોરન્સ (Body Part Insurance) ખેલાડીઓ માટે એક ઉત્તમ વિકલ્પ તરીકે ઉભરી આવ્યો છે.
શું છે આ સ્પેશિયલ બોડી પાર્ટ ઈન્સ્યોરન્સ?
આ વીમો સામાન્ય ડિસેબિલિટી ઈન્સ્યોરન્સ (Disability Insurance) નો જ એક ખાસ પ્રકાર છે, જે તંદુરસ્ત વ્યક્તિને ભવિષ્યમાં કામ કરવા માટે અસમર્થ થવા પર આર્થિક બરબાદીથી બચાવે છે. જોકે આ વીમો સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નથી હોતો, પરંતુ સેલિબ્રિટીઝની વૈયક્તિક જરૂરિયાતો અનુસાર કસ્ટમાઇઝ્ડ (Personalized) કરવામાં આવે છે જે અત્યંત મોંઘો હોય છે. લીઓનલ મેસી (Lionel Messi), ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) અને નેમાર જુનિયર (Neymar Jr) જેવા દિગ્ગજ ફૂટબોલર્સે પોતાના પગનો કરોડો ડોલરનો વીમો કરાવેલો છે.
કોના પગની કેટલી છે કિંમત?
આર્જેન્ટિનાના મહાન ખેલાડી લીઓનલ મેસીના માત્ર ડાબા પગનો વીમો અંદાજે 9૦0મિલિયન ડોલર ($900 Million) નો છે. પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાના બંને પગનો વીમો આશરે 144 મિલિયન ડોલર ($144 Million) માં કરાવ્યો હતો. જ્યારે તે રમતા હતા ત્યારે ડેવિડ બેકહમે (David Beckham) પણ 195 મિલિયન ડોલરનો વીમો લીધો હતો. આ ઉપરાંત ગેરેથ બેલ (Gareth Bale) નો ડાબો પગ 132 મિલિયન ડોલર અને બ્રાઝિલના નેમાર જુનિયરના બંને પગ આશરે 120મિલિયન ડોલરમાં સુરક્ષિત છે. જો ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો સારવારનો ખર્ચ અને કારકિર્દી ખતમ થવાની સ્થિતિમાં આખી વીમા રકમ કંપની ચૂકવે છે.
વીમા કંપનીઓની કડક શરતો
આ ઈન્સ્યોરન્સ હેઠળ વીમો ત્યારે જ માન્ય ગણાય છે જ્યારે ખેલાડી ફીફા (FIFA) માન્ય સત્તાવાર મેચ અથવા પોતાની ક્લબ દ્વારા આયોજિત મેચ વતી રમતો હોય. વિદેશ પ્રવાસ દરમિયાન રમાતી પ્રમોશનલ કે એક્ઝિબિશન (Exhibition Match) મેચો આમાં કવર થતી નથી. આ જ કારણે મોટા ખેલાડીઓ ફ્રેન્ડલી મેચ રમવાનું ટાળે છે, કારણ કે ત્યાં ઈજા થવાથી મોટું આર્થિક જોખમ રહે છે.













