gujarat24  /  World  /  આગામી સમયમાં ભારત પાસે પણ ફિફ્થ જનરેશનના ફાઈટર જેટ હશે, જાણો અમેરિકાના F-35 સ્ટીલ્થ ફાઈટર જેટની ખાસિયત

આગામી સમયમાં ભારત પાસે પણ ફિફ્થ જનરેશનના ફાઈટર જેટ હશે, જાણો અમેરિકાના F-35 સ્ટીલ્થ ફાઈટર જેટની ખાસિયત

F35 Fighter Jet Features: હવે આગામી ટૂંક સમયમાં ભારત પાસે પણ ફિફ્થ જનરેશનના ફાઈટર જેટ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને F-35 ફાઈટર જેટ વેચવાનું કહ્યું છે.ત્યારે F-35 સ્ટીલ્થ ફાઈટર જેટની શું ખાસિયત છે તેના વિશે તમને જણાવીએ.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

F-35 સ્ટીલ્થ ફાઈટર જેટની ખાસિયત

  • F-35 સ્ટીલ્થ ફાઈટર જેટની 2000 કિમી પ્રતિ કલાકની ઝડપે ફ્લાય કરી શકે છે.
  • આ ફાઈટર જેટ વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ માટે સક્ષમ છે.
  • દુશ્મનનું કોઈપણ રડાર આ જેટને પકડી શકતું નથી.
  • F-35 સ્ટીલ્થ ફાઈટર જેટ કોઈપણ હવામાનમાં ઉડી શકે છે
  • આ ફાઈટર જેટ જમીન અને હવામાં ટાર્ગેટને પડી દેવામાં સક્ષમ છે અને 910 કિલોના 6 બોમ્બ સાથે ફ્લાયની ક્ષમતા ધરાવે છે.

તમને થતું હશે કે, સ્ટીલ્થ ફાઈટર જેટ શું? તો એવું કહેવાય છે કે, સ્ટીલ્થ ફાઈટર જેટ ગુપ્ત હોય છે. આ જેટને એવી રીતે ડિઝાઈન કરાઈ છે કે, દુશ્મનના રડારની પકડમાં આવતું નથી. આ જેટ્સની બોડી એક ખાસ પ્રકારની મટીરિયલથી બનાવાયેલી છે. F-35A જેટ BVR મિસાઈલ તેમજ ક્લોઝ કોમ્બેટ ફાઈટથી સજ્જ હશે. સ્ટીલ્થ એર ફ્રેમ, સેન્સર ડેટા ફ્યુઝન, નેટસેંટરિકક વોરફેર અને એડવાન્સ ઈન્ટીગ્રેટેડ સેન્સર સૂટ આ જેટને શક્તિશાળી બનાવશે. લૉકહીડ માર્ટિન કંપની આવા પ્રકારના જેટ્સ અમેરિકામાં બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *