Digital Condom: કોન્ડોમ તો બધા જાણે છે પણ શું તમે ડિજિટલ કોન્ડોમ વિશે જાણો છો? કોન્ડમ નામ સાંભળીને દરેકને એક જ વિચાર આવે પણ આ ડિજિટલ કોન્ડમથી આશ્ચર્યમાં પડવા જેવું નથી. તમારી જેમ અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ ડિજિટલ કોન્ડમ નામ સાંભળીને ચોંકી જાય છે, પરંતુ આ ડિજિટલ કોન્ડમ તમારા મોબાઈલના ડેટાને એકદમ સેફ રાખે છે. ત્યારે અમે તમને ડિજિટલ કોન્ડમ વિશે જણાવીએ.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
શું છે ડિજિટલ કોન્ડોમ?
જર્મન જાતીય સ્વાસ્થ્ય બ્રાન્ડ બિલી બોય એ એજન્સી ઇનોસિયન બર્લિન સાથે પાર્ટનરશિપમાં ડિજિટલ કોન્ડોમ લોન્ચ કર્યો છે. આ CAMDOM નામની એપ છે. તમને પ્રશ્ન થતો હશે કે, આની શું જરૂર છે અને તેનું શું કામ છે આ એપના ડેવલપર ફેલિપ અલ્મેડાએ કહ્યું કે, આજકાલ સ્માર્ટફોન આપણા શરીરનો એક મહત્ત્વનો ભાગ બની ગયો છે અને તેમાં ઘણો ખાનગી ડેટા પણ રાખીએ છીએ. ત્યારે અમે તમારા માટે તમારી જાણ વગર થતાં રેકોર્ડિંગથી બચવા માટે આ પહેલી એપ્લિકેશન બનાવી છે.
આ એપની શું છે જરૂર?
આ એપનો ઉપયોગથી મોબાઈલના કેમેરા અને માઈકને બ્લૂટૂથ દ્વારા બ્લોક કરી શકાય છે. આ એપ બનાવવાનો હેતુ એ છે કે, સેક્સ દરમિયાન અથવા ઉત્તેજિત અવસ્થા દરમિયાન ગુપ્ત રીતે અથવા જાણ વિના કોઈપણ ઓડિયો અથવા વિડિયો રેકોર્ડિંગ થતાં હોય તેને રોકવાનો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, જ્યારે પણ તમે સૂવા જાવ છો ત્યારે તમારે તમારા સ્માર્ટફોનને એકબીજાની નજીક રાખવા પડશે. બધા કેમેરા અને માઇક્રોફોનને માત્ર એક બટનથી બ્લોક કરી શકાય છે.
તેના ડેવલપરે કહ્યું છે કે, જો કોઈ જાણ વિના અથવા ગુપ્ત રીતે રેકોર્ડ કરવાનો પ્રયાસ કરે તો એલાર્મ વાગવા લાગે છે. એટલું જ નહીં જરૂરી હોય ત્યારે એકસાથે મલ્ટીપલ ડિવાઈસ બ્લોક કરી શકે છે.
ઈનોસિયન બર્લિનના સીસીઓ ગેબ્રિયલએ જણાવ્યું હતું કે આ માત્ર અમારા કસ્ટમર માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. તેને બનાવવાનો ઉદ્દેશ્ય મંજૂરી વગરનો ડેટા લીક થવા સામે રક્ષણ આપવાનો છે. તેને અનેક પ્રકારની ટેક્નોલોજીને જોડીને બનાવવામાં આવ્યું છે. આ પહેલા ક્યારેય કરવામાં આવ્યું નથી.