OnePlus ભારતમાં એક નવો ફ્લેગશિપ ગ્રેડ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. OnePlus 13s 5 જૂને લોન્ચ થશે. આ હેન્ડસેટ અંગે સત્તાવાર પોર્ટલ પર એક પેજ બનાવવામાં આવ્યું છે, જ્યાં આ હેન્ડસેટના ઘણા ફીચર્સની વિગતો શેર કરવામાં આવી છે.
OnePlus 13s એક કોમ્પેક્ટ અને સ્લિમ હેન્ડસેટ હશે. રિપોર્ટ મુજબ, આ ફોન OnePlus 13T નું વર્ઝન હશે જે ચીનમાં પહેલાથી જ લોન્ચ થઈ ચૂક્યું છે. ભારતીય પોર્ટલ પર અવેલેબલ વિગતો અનુસાર, તેમાં OnePlus AI પણ આપવામાં આવશે. આ હેન્ડસેટની કિંમત લગભગ 50 હજાર રૂપિયા હોઈ શકે છે. જોકે, કંપનીએ હજુ સુધી કિંમતની પુષ્ટિ કરી નથી.
OnePlus 13sમાં 6.32 ઇંચની ડિસ્પ્લે હશે. આ ફોનમાં Qualcomm Snapdragon 8 Elite SoC પ્રોસેસર હશે. આ સાથે કંપની G1 Wi-Fi ચિપસેટનો ઉપયોગ કરી શકે છે. જે વધુ સારું પ્રદર્શન આપવાનો દાવો કરવામાં આવ્યો છે. OnePlus 13sમાં યૂઝર્સને પ્લસ કી બટન મળશે જે iPhone પરના બટનોની યાદ અપાવી શકે છે. પ્લસ કી દબાવીને AIને એક્ટિવ કરી શકાશે અને આ સુવિધાને કસ્ટમાઇઝ પણ કરી શકાય છે.